________________
976 ( હૃદય નયન નિહાળે જગધણી
આમ રાજીમતિ પ્રેમવિરહથી ઘેલી બનેલી પોતાની અંતરની વેદનાને ગાઢ-પ્રગાઢ-અતિગાઢ બનાવતી એક પછી એક આલાપને ઉત્કટ રીતે ઠાલવી રહી છે.
વિવેચનઃ સૂક્ષ્મ રીતે વિચારતાં કંઈક જુદી જ અનુપ્રેક્ષા તરફ આ કડીનો ભાવ લઈ જાય છે. જગતના લોકો વિવિધ પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોવાથી તેઓનો પ્રેમ અર્થાત્ રાગ પણ વિવિધતાથી ભરેલો હોય છે. બાહ્યાત્માઓ તદ્ભવ પુરતો એકાંત પ્રેમ કરતા હોય છે. તેઓમાં આત્મપ્રેમ કે પરમાત્મપ્રેમનો સંભવ હોતો નથી. અધ્યાત્મના વિકાસક્રમમાં જે ચૌદગુણસ્થાનકો બતાવવામાં આવ્યા છે, તેમાંના પહેલાં છ ગુણસ્થાનકોમાં રહેલા જીવોના પ્રેમ-યોગનો અભ્યાસ કરીએ તો તરતમતાએ તેઓનો પ્રેમ-રાગ ઉત્તરોત્તર વિશુદ્ધતામાં પગરણ માંડે છે. તેની પ્રાપ્તિ અભ્યાસના યોગથી થાય છે. ગુરુ ઉપદેશ અને ગુવજ્ઞાને ધારણ કરતાં વિશુદ્ધિના માર્ગે પ્રેમ વિકસતો જાય છે. તેમાં પણ તે પ્રેમનો નિર્વાહ કરવો-જાળવવો, સ્થિર રાખવો તે કોઈ વિરલ વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
જીવનો પ્રેમરાગ મિથ્યાત્વ અવસ્થામાં સ્વાર્થમિશ્રિત અને કામ્યભાવવાળો હોય છે. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગની ચાહના વાળો પ્રેમ, દોષોનો સંગ હોતે છતે થાય છે. જેમ લોક વ્યવહારમાં વ્યાપારી અન્ય વ્યાપારી સાથે, સ્ત્રી-પુરુષ સાથે, શેઠ-નોકર સાથે, કામીજનો કામિની સ્ત્રીઓ સાથે, રાજાઓ અન્ય રાજાઓ સાથે, એક દેશની પ્રજા અન્ય દેશની પ્રજા સાથે પરસ્પર મૈત્રી સંબંધ બાંધે છે; તે પોતાના સાંસારિક પ્રલોભનો અને સ્વાર્થને સિદ્ધ કરવાના હેતુથી હોય છે. તેમાં કોઈ ઉપકારની કે સામી વ્યક્તિના હિતની ભાવના હોતી નથી; તેથી તે પ્રેમ લાલચવાળો, કામ્ય ભાવવાળો નામ-રૂપાદિ સુધી જ
પૂણલદ્રવ્યના એક એક ગુણના ભેદો અનંત છે. જ્યારે આત્મદ્રવ્યની એક એક ગુણની શક્તિ અનંત છે.