________________
શ્રી નેમિનાથજી
975
ઉપયોગમાં તેની સાથે એકત્વ કરી આપણો આત્મા અનંતકાળથી ભવે ભવે મોક્ષમાર્ગ ચૂકતો આવ્યો છે. મોક્ષમાર્ગ હારી રહ્યો છે. તેનાથી બચવા શ્રીમદ્ આનંદઘનજીનો અનુરોધ છે. સૌ કોઇ આત્માઓ યોગીરાજના હૃદયમાં રહેલા આ અધ્યાત્મને સ્પર્શી પોતાનો ભવ સુધારી, બગડેલી બાજીને સુધારી લે, તે માટે થઈને, અમારા દ્વારા યોગીરાજના હૃદયગત ગંભીર ભાવોને ખોલવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મ. પ્રીત કરીને છાંડી દિયેરે, તેહશું ન ચાલે જોર.. મનરા..૭
ઘર્મ એટલે ગુણ-પર્યાય- ધર્મી એટલે દ્રવ્ય.
અર્થ : સમસ્ત લોકમાં રહેલા મનુષ્યાદિ જીવો, પ્રેમ સંબંધનેરાગના સંબંધને બાંધે છે. પ્રેમ ભાવથી ઓતપ્રોત કરે છે. તેમાં એવા થોડાક જ લોકો હશે કે જે સંબંધને બાંધ્યા પછી લાંબા સમય સુધી તેનો નિર્વાહ કરે છે. પ્રીતિથી બંધાયેલાં એકમેકમાં તરબોળ થયેલાં, અતૂટ .સ્પંદનોથી લય પામેલાં તે સંબંધોને જ્યારે તે છોડી દે છે તો શું ત્યારે તે કામ બહાદુરીનું કહેવાય? તેના ઉપર કયું જોર ચાલી શકે ? તમારા પ્રત્યે અનન્ય ભાવવાળી, શુદ્ધ શિયળને સાચવનારી, ભવાંતરોથી તે પ્રીતિના તારને જેણે તૂટવા દીધા નથી, તમારામાં જ અનુરક્ત થયેલ ચુંદડીને જેણે ઓઢેલ છે, ચઢશે તો તમારા નામની જ પીઠી ચડશે અન્ય કોઇની નહિ એવી, મારામાં તમને શું ઓછું જણાયું કે આપ મારા પ્રત્યેની પ્રીતિના તારને તરછોડી દઈને સંન્યાસના માર્ગે સંચરી ગયા? આપે તારા-મૈત્રક તો નહિ પણ હસ્તમિલન-પાણિગ્રહણ પણ કર્યું નહિ. હે નાથ! આપે મારામાં એવી તે કઈ અયોગ્યતા જોઈ કે મુક્તિને પામવા આપ ગિરનાર સંચરી ગયા ! પાછું વળીને જોતા પણ નથી! ભવાંતરોથી લાગલગાટ એક સરખી ચાલી આવતી પ્રીતને શું આવી રીતે તરછોડાય?