________________
974
, હૃદય નયન નિહાળે જગધણી
કરતા જવાનું છે. બારીકાઈથી ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન વધારતા જવાનું છે અને તેને માટે ઉપયોગને સૂક્ષ્મ અને તીક્ષ્ણ બનાવતા જવાનું છે, તે માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે પણ મોટાભાગના સાધકો આ એકાગ્રતાથી આવતી શાંતિ-સ્થિરતા વગેરેમાં અટકી જાય છે પણ ઉપયોગને ભીતરમાં લઈ જઈ શુદ્ધાંશને તેમાં પકડી ઉદયધારાથી છુટા પડતા નથી માટે તત્ત્વથી મોક્ષમાર્ગ સાધી શકતા નથી.
એકબાજુ કર્મધારા (ઉદયધારા) છે તો બીજી બાજુ જ્ઞાનધારા છે ઉપયોગ બેમાંથી એકને જ પકડે છે. જો તે ઉપયોગ જ્ઞાનધારાને પકડીને ભીતરમાં ચાલ્યો ગયો તો તે શુદ્ધ-ઉપયોગ કહેવાય છે અને જો તે ઉપયોગ કર્મધારાને પકડે છે તો તે અશુદ્ધ ઉપયોગ કહેવાય છે. પછી તે અશુદ્ધ-ઉપયોગ શુભ પણ હોઈ શકે છે તે વાત જુદી છે. | ગમે તેવા ઊંચા શુભભાવો આવે, ગમે તેવી શાંતિ-સમાધિ અનુભવાય પણ જો તેમાં એકત્વ ન કરે તો જ તે શુદ્ધ કહેવાય. તે માટે ઉપયોગને ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ-આત્મદ્રવ્ય ઉપર જ રાખવો પડે. તો જ એત્વમાંથી છુટી શકાય. સાધક અવસ્થામાં પણ સિદ્ધ અવસ્થા જેવી જ પોતાની અવસ્થાને પકડવાની છે. ગમે તેની સાથે ઉપયોગ જોડાય પણ આત્માને ખ્યાલ રહે કે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને તત્ત્વો, સાથે રહેલા છે; તો ઉદય સાથે ઉપયોગ ખેંચાય ખરો પણ એકત્વ ન કરે, તો આ જ મોટી જીત છે. અને ઉપર કહેલ એકત્વ એ લાજ છે-આત્મા માટે શરમજનક છે અને તેનાથી જ પોતાના આત્માને બચાવવાનો છે. એ વાત યોગીરાજ આનંદઘનજી “કિસતી વધશે લાજ કડી દ્વારા અણસારી રહ્યા છે.
અજ્ઞાનના કારણે ધર્મના નામે શુભભાવ-શુભક્રિયા કરવા છતાં
પ્રભાવથી ઇન્દ્રિયજનિત સુખ મળે. પ્રસાદીથી આત્માનુભૂતિ થાય.