________________
978
હૃદય નયન નિહાળે જગધણી
સાત્વિકવૃત્તિ કેળવાય છે. સાથોસાથ પોતાના અંગત સ્વાર્થોનું ધ્યાન, તેને નુકસાન ન થાય તેનો ખ્યાલ પણ હોય છે. પરમાર્થનો દેખાવ, વ્યવહાર ઔચિત્ય, માર્ગાનુસારી ગુણો પ્રતિનો પ્રેમ, જીવો પ્રત્યે દયા, દીનઅનાથનું ભરણપોષણ, ન્યાય સંપન્ન વૈભવ વગેરે ગુણો પણ અહિંયા જોવા મળે છે.
ત્રીજા મિશ્રગુણઠાણે મિશ્રભાવરૂપ પ્રેમ હોય છે. આ ગુણઠાણાનો કાળ પણ અલ્પ એટલે અંતર્મુહૂર્તનો હોય છે. આત્મા પ્રતિ પ્રેમ હોય છે તો પણ પુદ્ગલ ભોગ ઉપર કંઇક વધારે પક્ષપાત રહે છે, ધર્મ પ્રત્યે પ્રેમ અલ્પ હોય છે. અંતરંગ ચિત્તની પ્રસન્નતાયુક્ત સ્નેહસંબંધ કેળવે છે. દર્શન, વંદન તેમજ ધર્માનુષ્ઠાન કરતા ચિત્ત આલ્હાદતાને પામે છે, 'ધર્મ પ્રત્યેનો પ્રેમ બીજરૂપે વિકસિત થતો જાય છે. શુદ્ધ-અશુદ્ધ એવા મિશ્રભાવયુક્ત દરેક પ્રવૃત્તિ હોય છે. ભોગની ઇચ્છા ખરી પણ જડ વસ્તુનો ભોગ પણ હોય છે. મોક્ષમાર્ગી બનવાની ઇચ્છા હોવા છતાં આત્મસુખ માટે વિષયસુખ મિશ્રિત પ્રેમ હોય છે. વિષયોમાં મુખ્યતા રહે છે. પ્રથમની બે ભૂમિકા કરતા કાંઇક વધારે વિશુદ્ધતા હોય છે. પારમાર્થિક સંબંધવાળો પ્રેમ તો હજુ વિકસિત થયો જ નથી હોતો. અંગત ભૌતિક સ્વાર્થની મુખ્યતા હોવાથી આત્મલાભથી વંચિતતા હોય છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ એ સત્યપ્રેમ, નિઃસ્વાર્થ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ વિના સંભવિત નથી.
હવે ગુણસ્થાનકની ચોથીભૂમિકામાં ભેદજ્ઞાનના બળે આત્માનુભૂતિ હોય છે. એક અતર્મુહૂર્ત માટે ઉપશમ સમ્યકત્વના કાલમાં આત્મતત્ત્વની વિશુદ્ધભાવે સ્પર્શના હોય છે. અહિંયા સ્વાર્થયોગ નહિ પણ પ્રેમયોગ હોય છે. સત્યપ્રેમ હોય છે. અવિરતિનો ઉદય હોવાના કારણે અનુભૂતિમાં ટકવાપણું નથી હોતું પણ ત્યાંથી બહાર નીકળવાપણું હોય છે. છતાં ત્યાંય
ભય જ ન હોવો તે શાંતતા છે.