________________
શ્રી નેમિનાથજી 971
તેમ હે નાથ ! ચૌદરાજલોકમય સભાના આપને સર્વોચ્ચ શિખરાન્વિત સ્થાને બિરાજવું હોય તો આપને બંધ-પરિણામમાંથી નીકળીને અબંધ-પરિણામરૂપ મોક્ષમાર્ગમાં આવવું જોઈએ. કારણકે ષદ્ભવ્યાત્મક આ વિશ્વમાં જીવ દ્રવ્ય સર્વોપરિ છે અને નવતત્ત્વાત્મક વિશ્વમાં છેલ્લું મોક્ષતત્ત્વ એ જ શ્રેષ્ઠ છે, તેમાં બેસવું એ જ આપની શોભા છે.
‘આત્મા છે અને આત્મા નિત્ય છે'; એ સ્થાપન છે અર્થાત્ સિદ્ધાંત છે. એમાં સ્થાપિત થવા માટે આત્માના કર્તાપણાનું અને ભોક્તાપણાનું ઉત્થાપન-ઉચ્છેદન કરવાનું છે અને મોક્ષને પામવાના ઉપાય માટે મોક્ષના માર્ગે પ્રસ્થાન કરવાનું છે, અર્થાત્ પ્રયાણ કરવાનું છે. ચૌદરાજલોકમય આ વિશ્વ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ઠાંસીઠાસીને ભરેલો છે. તેમાં પણ ચારગતિમય આ વિશ્વમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહેલા જીવો પોતાના કર્મના વિપાકને ભોગવી રહ્યા છે. એક ક્ષણમાત્ર પણ તેઓ સુખ-શાંતિ-સમાધિ અનુભવી શકતા નથી. રાગાદિભાવોથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત અનંતકાળથી કરતા આવ્યા છે. અને કરી રહ્યા છે તેમાંથી હે નાથ ! છુટકારો પામવો એ જ આપનું એકમાત્ર કર્તવ્ય છે.
આત્મા તો ચૈતન્યમૂર્તિ છે, અખંડ પરમાનંદ વિલાસી છે. તેને ન ઓળખતા, વર્તમાન અવસ્થામાં જે શુભાશુભભાવો થાય છે તેને અજ્ઞાની જીવો પોતાનું સ્વરૂપ માની લે છે અને તેથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત કરી રહ્યા છે અને આ જ સંસારમાં રખડવાનું મૂળિયું છે. આ જ મિથ્યાત્વ છે અને આ જ મહાબંધ છે.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજા રાજીમતિના સ્વાંગમાં ઉપરોક્ત કડી ઉચ્ચારે છે ત્યારે ‘રાજસભા' ને ચૌદરાજલોક સાથેના સાંકેતિક અર્થમાં
ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લક્ષ્યરૂપ છે.