________________
970
970
, હૃદય નયન નિહાળે જગધણી
,
નિજ પરમતત્ત્વને જાણીને તેની જ અંતર્મુખ શ્રદ્ધા કરો, તેમાં જ ઉપયોગને ઠરવા દો તો તમને પરમસુખ થશે.
રાજસભામાં બેસતાં રે....
કિસહી વધશે લાજ... સભા એટલે પ્રયોજનથી-હેતુથી લોકોનું એક સ્થાનમાં એકંઠા થવું. તેમાં પણ સમસ્યા હોય, તેનો ઉકેલ લાવવાનો હોય ત્યારે ખાસ સભા ભરાતી હોય છે. પછી તે સભા કૌટુમ્બિક હોય, સામાજિક હોય, પ્રાંતિક હોય, દેશિક હોય કે વૈશ્વિક હોય, તે સર્વેનું લક્ષ સમસ્યાનો ઉકેલ લાવવાનું, વસ્તુનો નિર્ણય કરવાનું, વગેરે હોય છે. તે સભામાં લોકોને મળવા માટે જઈએ ત્યારે આબરૂને ખાસ સાચવવી પડે છે એટલે કે પોતાની પ્રામાણિકતાને-સજ્જનતાને કોઈ બુટ્ટો (ડાંઘ) ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. જે વ્યક્તિએ કાંઈ પણ ખોટું કામ કર્યું હોય અને પછી તેને સભામાં આવવાનું થાય ત્યારે તેને નીચું જોવું પડે છે. તે ઊંચી આંખે કોઈની સામે જોઈ શકતો નથી. નહિ તો લોકોના માટે તે ઉપહાસના સ્થાનભૂત બને છે. પ્રાચીનકાળમાં બળવાન રાજાને ત્યાં સભા ભરાય ત્યારે તેની સભામાં ખંડિયા રાજાઓ, સામંત રાજાઓને આવવું પડતું હતું, તેનાથી સભા શોભતી હતી, તેમાં નિર્મીત કાર્યોને-પ્રયોજનોને હલ કરવાના રહેતા હતા.
વર્તમાનકાળે પણ પ્રાંતના પ્રશ્નો હલ કરવા વિધાનસભા, દેશના પ્રશ્નો હલ કરવા લોકસભા તેમજ વિશ્વના પ્રશ્નોને હલ કરવા UNી નું આયોજન થયેલું છે. તે દરેક સભામાં જેઓ અનિંદનીય કાર્ય કરી જીવતા હોય છે તેઓ શોભાને પામે છે-અગ્રસ્થાને બિરાજે છે. ગામ, સમાજ, દેશ, વિશ્વના લોકો તેને બહુમાનની નજરે જુવે છે.
જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય .