________________
શ્રી નેમિનાથજી 969
મળશે? શું નરક, તિર્યંચ જેવી માઠી ગતિઓ કે એકેન્દ્રિયાદિ જેવા હલકા સ્થાનોમાં આપને બેસવું ફાવશે ? આપ ત્યાં પ્રસન્નતા પૂર્વક રહી શકશો ? તેવા સ્થાનોમાં રહેવાથી આપની શોભા વધશે ?
ચોદરાજલોકમય સભામાં બેસતા બીજા જીવો આપને કઈ નજરે જોશે? શું આપ તેઓની નજરમાં કર્મસત્તાના અપરાધી, ગુન્હેગાર અને કેદી તરીકે દેખાવ તેમાં તમારી અને મારી શોભા ખરી ?
આંતરભાવને પામેલી ચેતના, પોતાના સ્વામી ચૈતન્યપ્રભુને વિનવી રહી છે કે હે નાથૅ ! આપ આપનું સ્વરૂપ ભૂલી જાવ છો માટે તેનો દંડ ભોગવવો પડે છે. સ્વસમયમાં સ્થિર થવું એ ચૌદરાજલોકમય સભાના અગ્રસ્થાને બિરાજવા જેવું છે જ્યારે પર-સમયમાં રાચવું એ નરકતિર્યંચમય ગતિમાં રખડવા જેવું છે. જ્ઞાનસ્વરૂપી આપ છો ! આપ જ્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન કરીને પરથી વિભક્ત થઈ સ્વની સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ સ્વસમય છો અને જ્યારે આપ આપના જ્ઞાન સ્વરૂપને ભૂલીને, પરને જાણતા પર-પદાર્થ સાથે કે તેના યોગે નિપજંતા રાગાદિ સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ તે વખતે પર-સમય છો! પર-સમયમાં વિખવાદ છે, કલેશ છે, અશુદ્ધતા છે, દુઃખ, દુઃખ ને દુ:ખ છે. માટે હે નાથ ! તમે જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરીને રાગ વગરના શુદ્ધ, સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આપના આત્માને દઢપણે પરિણમાવો ! અનંતાનંત તીર્થંકરો આ જ ઉપાયથી મોક્ષ પામ્યા છે અને તમારે માટે પણ આ જ મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ શુદ્ધ દ્રવ્યમાં જ સમાય છે, રાગનો કોઈ અંશ તેમાં ભળતો નથી. સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આંશિક શુદ્ધભાવે પરિણમેલો આત્મા પોતે જ મોક્ષનું કારણ છે અને પૂર્ણ-દશામાં તે પોતે જ મોક્ષરૂપ છે. આવા
જે વર્તમાનકાળ ભૂત-ભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે.