________________
968
, હૃદય નયન નિહાળે જગધણી
ર
રાજીમતિ બનીને સ્વયંની ચેતનામાં લહેરાઈ રહી છે, તે પોતાની જ આંતરવ્યથાને નિજ-પરમાત્મા (નેમિનાથ પ્રભુ) આગળ કહી રહી છે કે હે નાથ! હવે આપ પ્રગટ થાવ! પ્રતીતિમાં આવો! જો પ્રભુ તેમ નહિ થાય તો આ આનંદઘન ચેતના આપને પામવા બળવત્તર થઈ રહી છે, અનાદિ અનંતકાળથી વિરહ વ્યથાને ભોગવી રહી છે, આક્રંદ કરી રહી છે તે હવે બહારના આકર્ષણોમાં, શરીરસ્થ ઈન્દ્રિયોમાં, મન આદિના અજ્ઞાનપણામાં લપેટાઈ જશે. માટે હે નાથ! આપ જાગૃત થાઓ! અંતરાત્મભાવમાં સ્થિર થાઓ! અંતરંગભાવ ચેતનાને ઓળખો, બગડતી બાજીને સુધારી લો.
હે પ્રભો! આપ તો અનંત જ્ઞાનધારક ચિદાનંદ કંદ છો ! શું આ જડ મડદા સાથે તમને સગાઈ શોભે છે? એ મડદા સાથે ભાઈબંધી કરીને અનંતકાળથી તમે રખડ્યા અને દુઃખી થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો ! આ શરીર જડ-મડદું, અઢીમણ માંસનો લોચો તેને હું કહેતાં તમને શરમ કેમ નથી આવતી ? હવે શરીર ધારણ નથી કરવા, ચેતી જાવ! તમે ચેતન છો! જડ નથી. તમારામાં રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષ-ક્રોધ વગેરે તો થઈ થઈને મરી ગયા છતાં તમે તો જીવતા રહ્યા છો! તો તમારા જીવંત ભાવને-ચેતન ભાવને દેખો-અનુભવો, બગડતી બાજીને સુધારી લો!
હે નાથ ! જો આપ આપનું સ્વરૂપ નહિ ઓળખો અને તેમાં સ્થિરતા નહિ પામો તો આ સંસાર ચોદરાજલોકમય સભાવાળો છે; તેમાં જડ ચેતન દ્રવ્યો ઠાંસીઠાંસીને ભરેલા છે. તેમાં પણ જીવ દ્રવ્યની મુખ્યતા છે. જો આપ આપમાં નહિ રહો તો પુદ્ગલ દ્રવ્યના સંયોગે પરદ્રવ્ય સાથે એકત્વ અને મમત્વ કરતા આપને મિથ્યાત્વના બંધ-પરિણામથી બંધાવુ પડશે. પછી આ ચૌદરાજલોકમય સભામાં બેસવા માટે આપને કયું સ્થાન
૩૧૧ તા.
વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ અભેદ છે. નિશ્ચયમાં સ્વદ્રવ્ય અને સ્વક્ષેત્ર અભેદ છે.