________________
972
972
હૃદય નયન નિહાળે જગધણી
,
વિસ્તાર કરવા દ્વારા પોતાની હૃદય વ્યથાને વ્યક્ત કરતા કહે છે કે હે નાથ ! મારું અસ્તિત્વ હજુ ચોદરાજલોકમાં કોઈક એક ખૂણામાં ધબકી રહ્યું છે, કેવલજ્ઞાન પર્યાય પ્રગટ થઈ નથી, ક્ષપકશ્રેણી હજુ મંડાઈ નથી અને મને પ્રભુપદને પામવાની તાલાવેલી ઘણી છે. તેથી હે પ્રભો! હવે આપ પ્રતીતિમાં આવો ! વ્યક્તતામાં આવો ! જેથી મારા યોગક્ષેમને હું કરી શકું! બહિરાત્મભાવમાં મારી એકરાગતા થાય નહિ, જેથી બંધ પરિણામનો મારે ભોગવટો કરવો પડે નહિ. તેથી હે પ્રભો ! ચૈતન્યમૂર્તિ એવા મારી શોભા જળવાશે.
“કિસાહી વધશે લાજ કડી દ્વારા વસ્તુ સ્વભાવને જ અણસારેલ છે. જડ-પુદ્ગલના પરિણમન અનાદિકાળથી સ્વંતત્રપણે પોતાના તત્ત્વમાં થઈ રહ્યા છે. તેમની સત્તા ભિન્ન છે તે અન્ય દ્રવ્યમાં સ્પર્શના પામતું. નથી. તેવી જ રીતે ચૈતન્યતત્ત્વ પણ પોતાનામાં જ સ્વતંત્ર રીતે પરિણમન કર્યા જ કરે છે. તે અન્ય દ્રવ્ય રૂપે કદાપિ પરિણમતું નથી. આ જ વસ્તુસ્વભાવ છે તેથી “કિસડી વધશે લાજ' ને અવકાશ જ રહેતો નથી. પરંતુ જીવ પોતાનો સ્વભાવ ચૂકીને જ્યારે પરદ્રવ્ય સાથે એકતા કરે છે ત્યારે વિકારી ભાવોથી પર્યાયમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો ઘાત થાય છે અને ત્યારે બંધ-પરિણામથી આવરણ ઉભુ થાય છે અને તે જ લાજરૂપ ગણાય છે.
ઉદયમાં જેટલા રાગાદિ પરિણામ તેટલી આત્માની અશુદ્ધિ અને જેટલી વીતરાગ પરિણતિ તેટલી શુદ્ધિ. ઉપયોગ સ્વમાં તન્મય થઈને રહે તેટલી શુદ્ધિ અને ઉપયોગ બહારમાં એકત્ર કરે તો અશુદ્ધિ. અજ્ઞાનીને હંમેશા એકત્વ હોવાના કારણે ઉદયને તે પોતાનો માને છે. ઉદય એ આત્માના શુદ્ધસ્વરૂપથી ભિન્ન છે તેવું તેને લાગતું નથી. ગમે
લયોપશમભાવના આનંદને નિશાની માનજો પણ લક્ષ્ય નહિ માનશો.'
ક્ષયોપશમભાવમાં આગળ વધશો તો ક્ષાયિકભાવ પ્રાપ્ત કરશો.