________________
962
962
હૃદય નયન નિહાળે જગધણી
ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જે અન્યદર્શનમાં રહેલા યજ્ઞયાગાદિ મિથ્યા આચારોને હેય અર્થાત્ ત્યાજ્ય કહી છોડાવે છે
જ્યારે સ્વદર્શનમાં રહેલ અહિંસા, વ્રત, તપ, જપ, નિયમ વગેરેને ઉપાદેય સમજાવી તેનો સ્વીકાર કરવાનું કહે છે અને તેના દ્વારા અશુભમાંથી શુભમાં આવવા દ્વારા અંતે આત્માને ઓળખી આત્મામાં જ રહેવાનું ફરમાવે છે.
યોગીવર્ય આનંદઘનજી મહારાજે છેલ્લી કડીમાં અણસારેલ સાર, સમાન “ગુરુ મિલિયો જગ સૂરમાં એ જ વાત દોહરાવી છે કે જે બુદ્ધિમાન પુરુષ સમ્યમ્ આચારનું પાલન કરે છે અને અનાચારનો “ધરિયો યોગ ધતૂર” એ પંક્તિથી ત્યાગ કરે છે તે બધા પાપોથી મુક્ત બનીને ઈચ્છિત અર્થને મેળવી લે છે. •
અંતે એટલું જ કહેવું છે કે – “જે ગુરુભગવંત સ્વયંના તત્ત્વમાં લયલીન થયાં છે. બ્રહ્મભાવમાં નિમગ્ન છે. પરમ ઉદાસીનતાને જેઓ વરેલા છે, પરમ મોની છે, ઉપયોગથી ઉપયોગને વેદે છે, શુદ્ધોપયોગમાં જ જેની પ્રત્યેક સમયે રમણતા છે, તે જ જગતમાં પૂજનીય છે, તે જ શૂરવીર છે અને તે જ સાચા ગુરુ છે. તેવાના આશ્રયે રહીને ચાલનારનું જ કલ્યાણ છે.
ધર્મને માટે પહેલી વિધિ આત્માનો નિર્ણય કરવાનો કહ્યો છે તે સમજ્યા વિના આડુ અવળુ કરે તો ધર્મ થાય નહિ. આત્માના સ્વભાવનો તત્ત્વથી નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી જેટલા વ્રત-તપ કરે તે બધું ઘી વિના, માત્ર ગોળના પાણીમાં લોટ શેકીને શીરો કરવા જેવું છે, જે બરાબર નથી. ધર્મની વિધિમાં આત્માનો નિર્ણય કરવારૂપ સમ્યગુદર્શન તે ઘીમાં લોટ શેકવા બરાબર છે. જિનવચન ચારે અનુયોગમય છે. તેનું
બાહ્ય ત્યાગનો ય મહિમા છે કે નરક-તિર્થય ગતિથી બચાવે છે અને . ઠેઠ નવરૈવેયક સુધી પહોંચાડે છે. પરંતુ તેમાં જે અટક્યા તો મોક્ષ પ્રાપ્તિ નહિ થાય.