________________
| શ્રી નેમિનાથજી ૬ 961
શ્રી નેમિનાથજી
961
ગુરુ પાસેથી મારો આત્મા આ સંસાર સાગરને પાર પમાડનાર એવા સમ્યગ્ગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગને પામ્યો. હવે તે માર્ગથી આગળ વધીને હું મોક્ષને પામીશ. ધર્મ પમાડનાર ઉપદેશકને પોતાના ઉપકારી, મહા ઉપકારી ગણીને તેના ચરણોમાં મસ્તકને ઘસી નાંખવું જોઈએ અને તેની ખાતર જીવનમાં ફના થવાની કે ફકીરી લેવાની પણ તૈયારી રાખવી જોઈએ. આવો મુક્તતાનો મુક્તકંઠે ઉપદેશ દેનારને જ “ગુરુ મલિયો જગ સૂર” પંક્તિથી નવાજવો જોઈએ.
આ સંસારમાં બધું જ મળવું સુલભ છે માત્ર આત્માને ઓળખાવનાર જ્ઞાની ગુરુ, આત્મજ્ઞાની મહાપુરુષ મળવા દુર્લભ છે અને મળ્યા પછી પણ તે, તે રીતે ઓળખાવા તો તેનાથી પણ દુર્લભ છે. અતિ દુર્લભ છે અને ઓળખાયા પછી તેની શ્રદ્ધા થવી, આત્મા મેળવવા તેની ખાતર ફના થઈ જવું તે તો અતિ-અતિ-અતિ દૂર્લભ છે. બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધમાં લખે છે – .
ચૈતન્યપદ દર્શક ગુરુ તો અતિ અતિ દુર્લભ મહા
ચિંતામણિ સમ જ્ઞાન સમ્યગુ પામવું દુર્ઘટ અા - જો સ્વરૂપ શુદ્ધ જણાય તો તે શ્રેષ્ઠ સમ્ય જ્ઞાન છે - જે કર્મરજ હરતો નિરંતર જ્ઞાન વાયુ ધ્યાન તે
1. જગતમાં શૂરવીર, પરાક્રમી જો કોઈપણ હોય તો તે આત્મજ્ઞાની ગુરુ છે. તેનો ઉપદેશ સાંભળવો તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. તેના ઉપદેશશ્રવણથી અનાચારનો ત્યાગ અને આચારનું પાલન, એ પ્રાથમિક ભૂમિકા છે અને પછી આચારને અનુરૂપ પરિણતિ કેળવવી અને આત્મામાં ઠરતા જવું એ વિકાસનો ક્રમ છે.
શ્રી જિનેન્દ્ર પરમાત્માનું મૌનીન્દ્ર પ્રવચન સમ્યગૂ જ્ઞાન-દર્શન
નામનો નાશ છે. અનામીનો નાશ નથી. રૂપનો નાશ છે. અરૂપીનો નાશ નથી.