________________
શ્રી નેમિનાથજી A 951
ભગવંતો અને તીર્થકર ભગવંતોનું અસ્તિત્વ તો હોય જ છે, એ અપેક્ષાએ પણ કહી શકાય કે સંસારમાં પરમાત્માં છે.
પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મ. માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મનરા..૪
અર્થ: હે પ્રભો! તમોએ મનમાં વિચારીને પશુજાતિ ઉપર કરુણા કરી ત્યારે તમને મનુષ્યજાતિની હું હોવા છતાં તેની કરૂણા નથી આવતી એ કયા ઘરનો આચાર છે ?
હે પ્રભો! આપે રથને પાછો ફેરવતાં પહેલા વિચાર કરવો જોઈતો હતો. મારા પરણવાથી આ પશુઓને દુઃખ થશે કેમ કે તેમના પ્રાણ લેવાશે તેથી મારે પરણવું નથી એમ વિચારી આપે રથને પાછો વાળ્યો. પણ હું આપની છેલ્લા આઠ ભવોની સ્ત્રી છું અને આ જનાવરો કરતાં માણસનું પુણ્ય તો અનંત ગણે છે, એમ તમે કહો છો, તો હું પણ એક મનુષ્યાણી સ્ત્રી છું. તેથી જે હીન પ્રાણી ઉપર દયા કરે તેને તેવા પ્રાણીઓ કરતાં વધારે પુન્યવાન ઉપર તો જરૂર દયા કરવી જોઈએ. મારી વિનંતીને માન આપીને આપ પાછા ફરતા નથી અને મારા ઉપર દયા કરતા નથી તો આ કોના ઘરનો ન્યાય છે? અર્થાત્ આ રીતે કરીને આપ મારા ઉપર અન્યાય કરી રહ્યા છો તે યોગ્ય નથી. આપને આ શોભાસ્પદ નથી. કરુણાના ઈચ્છિત આ પાત્રને પુનઃ લક્ષમાં લો !
વિવેચનઃ ઉપરમાં જણાવ્યા પ્રમાણે શાબ્દિક અર્થ ઘટન કરતા જે ફલિત થાય છે તેના કરતા આધ્યાત્મિક અર્થઘટન કરતા કોઈ જુદો જ અર્થ નીકળે છે તે જોઈએ.
દ્વૈત તત્ત્વના સાક્ષી બની રહેવું પરંતુ દૈત તત્ત્વના ભોગી નહિ બનવું.