________________
950
, હૃદય નયન નિહાળે જગધણી
મહાન સ્થિતપ્રજ્ઞદશા પ્રગટે ત્યારે પ્રભુ સાથે પાણિગ્રહણ થયું છે, એમ માનવું, બાકી નહિ.
પરમાત્મા પણ છે અને સંસાર પણ છે; એ દૃષ્ટિથી જોવામાં આવે તો પરમાત્મામાં સંસાર છે અને સંસારમાં પરમાત્મા છે. પરંતુ તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો સંસારમાં પરમાત્મા નથી અને પરમાત્મામાં સંસાર નથી કારણકે સંસારની કોઈ સ્વતંત્ર સત્તા છે જ નહિ, કેવળ પરમાત્મા જ પરમાત્મા છે, જીવનમુક્ત બનેલા આત્માઓની સિદ્ધિની સખી સમી આ દૃષ્ટિ છે; બીજાની નહિ. સામાન્ય સંસારી જીવો આ વાતને સમજી શકે તેમ નથી. પૂર્વભવમાં આત્મયોગ સાધ્યો હોય તેવા નિકટ-મોક્ષગામી જીવો જ આ સમજી શકે તેમ છે. પરમાત્માના જ્ઞાનમાં આખોય સંસાર ઝળહળે છે. એ સંદર્ભમાં પરમાત્મામાં સંસાર છે પરંતુ એ પ્રતિબિંબિત થતો સંસાર પરમાત્માને અડતો ય નથી ને નડતો ય નથી તેથી તે અપેક્ષાએ પરમાત્મામાં સંસાર નથી.
વળી સંસારમાં પરમાત્મા છે કારણકે સત્તાગત મૂળ પરમાત્મસ્વરૂપ એવા આત્મા વડે જ એની વિભાવદશામાંથી આ સંસાર ઊભો કરાયો છે પરંતુ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી પરમાત્મદશા નથી માટે તે અપેક્ષાએ સંસારમાં પરમાત્મા નથી.
સયોગી કેવળી ભગવંત અને અરિહંત-તીર્થંકર પરમાત્મા સંસારમાં છે-જગતમાં છે પણ એમને લેશ માત્ર સંસાર અડતો કે નડતો નથી તેથી સંસાર પરમાત્મામાં નથી. સંસાર, એ પરમાત્માની ખાણ છે જેમાંથી પરમાત્મ સ્વરૂપનો કાચો માલ મળે છે, જેનું પ્રભુ શાસનની રીફાઈનરીમાં શુદ્ધિકરણ થતાં તે શુદ્ધ-પરમાત્મ સ્વરૂપે સિદ્ધશિલામાં સ્થાન પામે છે એટલું જ નહિ પણ સર્વકાળે અને સર્વ સમયે કોઈને કોઈ ક્ષેત્રમાં કેવળી
મન ઈચ્છા કરે છે અને મન ભોગવે છે. બુદ્ધિ નથી ભોગવતી. બુદ્ધિ વિચારે છે. ઈચ્છિતની પ્રાપ્તિનું આયોજન કરે છે. બુદ્ધિને તો કાર્યસિદ્ધિ-સફળતાનો આનંદ છે.