________________
શ્રી નેમિનાથજી
. પરમાનંદ દશામાં વિલસવું એ જ સાધકનું ધ્યેય છે. બાકી બધું ઉપચાર માત્ર છે. આ સંસારમાં સર્વત્ર પરમાત્મા જ છે માટે તેની સાથે જ પાણિગ્રહણ કરવા જેવું છે. એને છોડીને બીજાની સાથે પાણિગ્રહણ કરવું એ ન કરવા બરાબર જ છે.
આ વાતને ખૂબ ઊંડા ઉતરીને સમજવાની જરૂર છે. તેમ કરવાથી યથાર્થ અનુભવ તેને થઈ જાય છે. યથાર્થ અનુભવ થયાની કસોટી એ છે કે અગર કોઈ તેની પ્રશંસા કરે કે, “તમારા સિદ્ધાંતો બહુ સરસ છે તો તેમાં તેને મોટાપણાનો અનુભવ ન થવો જોઈએ. સંસારમાં કોઈ આદર કરે કે અનાદર તેની કોઈ અસર સાધક પર ન થવી જોઈએ, અગર કોઈ એમ કહી દે કે, “સંસાર નથી અને પરમાત્મા છે” એ તો તમારી કોરી કલ્પનાજ છે, બાકી કાંઈજ નથી તો આવી કાંટા જેવી વાણીથી સાધકને જરા પણ ખરાબ લાગવું ન જોઈએ. એટલું જ નહિ પણ પોતાની વાતને સિદ્ધ કરવા માટે તેને દૃષ્ટાંત આપવાની કે પ્રમાણ શોધવાની ઈચ્છા માત્ર પણ ન થવી જોઈએ અને ક્યારે એવો ભાવ પણ ન થવો જોઈએ કે આ તો અમારો સિદ્ધાંત છે, આ તો અમારી માન્યતા છે, બીજાના સિદ્ધાંત કરતા અમારા સિદ્ધાંત ચડિયાતા છે, બીજામાં કાંઈ નથી અમારામાં જ બધું છે, મેં એને બરાબર સમજી લીધું છે, હું બીજાને બરાબર દલીલો દ્વારા સમજાવી શકું તેમ છું. | સર્વજ્ઞના સિદ્ધાંતની વિરુદ્ધ કોઈ ગમે તેટલું વિવેચન કરે તો પણ સર્વજ્ઞના સિદ્ધાંતમાં ન્યુનતાનો અનુભવ ન થવો જોઈએ તેમ જ પોતાનામાં કોઈ પણ જાતનો વિકાર સુદ્ધા પણ પેદા ન થવો જોઈએ. પોતાનો યથાર્થ અનુભવ હંમેશા સ્વાભાવિકરૂપમાં, અટલ સ્વરૂપે બન્યો રહેવો જોઈએ. આ વિષયમાં સાધકને કાંઈપણ વિચારવું જ ન પડે, એવી
ભેદક પદાર્થ હોય તો તે પુણલદ્રવ્ય છે. પગલદ્રવ્ય નિમિત્ત રૂપે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ભેદ રહેવાનો જ.