________________
948 , હૃદય નયન નિહાળે જગધણી
ઈષ્ટ એવા નિજ પરમાત્મા તેમાં સ્થિતિ કરવી, લયતા કરવી, શુદ્ધોપયોગમાં રાચવું-એકરૂપ થવું-ધ્રુવતાને પામવી-સકળ નિરાવરણ થવું, શુદ્ધ એવા પરમપારિણામિક ભાવને વરવું એ જ પાણિગ્રહણ એટલે કે તારા હસ્તને ગ્રહણ કરવા બરાબર જાણ !
પાણિગ્રહણ એકવાર અંગીકાર કર્યા પછી પ્રાણ લે પણ છોડી ન શકાય, તેનો અર્થ પાણિગ્રહણ. એટલે કે પારગામી થવું અર્થાત્ સ્વમાં ડૂબી જવું-સ્વરૂપમાં લીનતા સાધવી. આવું તાત્વિક, માર્મિક અને સાત્વિક પાણિગ્રહણ આ અનાદિ અનંત સંસારમાં અજ્ઞાનના યોગે રખડતા જીવે એકવાર પણ કર્યું નથી. જો તે કર્યું હોત તો અનાદિ ભવ પરંપરાનો અંત આવી ગયો હોત અને તે દેહાલયમાંથી નીકળીને સિદ્ધાલયમાં બિરાજમાન થયો હોત. એણે જે પાણિગ્રહણ કર્યું છે તે વિનાશી એવા દેહનું કે જે પ્રકૃતિનું તંત્ર છે, તેનું કર્યું છે. જ્યારે અહિંયા તો યોગીરાજ પુરુષતંત્રરૂપે રહેલા શુદ્ધાત્માનું તેની શુદ્ધ-વિશુદ્ધ-અતિવિશુદ્ધ એવી પર્યાય સાથેનું પાણિગ્રહણ કરવાની વાત કરી રહ્યા છે. આ પાણિગ્રહણ થતાં આત્મા, પરમાત્મા બને છે અને સર્વદુઃખોથી મુક્ત થાય છે. અનંતકાળથી ભટકતાં મૂઢ આત્માએ આવું પાણિગ્રહણ જાણ્યું પણ નથી તો પછી તેને પામવાની તો વાત જ ક્યાંથી હોય? જ્યાં સુધી બુદ્ધિ ઢેડવાડે ભટકતી હોય ત્યાં સુધી આધ્યાત્મિક દશાનું ઉત્થાન જ થતું નથી. એ તો સદ્ગુરુનો યોગ થાય અને જીવ તેની કૃપાને ઝીલે ત્યારે જ શક્ય બને છે. જ્ઞાનીના એક એક વચનમાં અનંતા આગમોનો મર્મ સમાયેલો છે. જ્યારે બુદ્ધિ નિષ્પક્ષપાતી અને સત્યશોધક સ્વભાવવાળી બને છે અને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાનવાળી બને છે ત્યારે અંદરમાંથી કેવા પ્રકારના ચૈતન્ય રત્નો નીકળે છે તેનો આ આંશિક પરિચય છે.
મોક્ષમાર્ગમાં “હું સિદ્ધસ્વરૂપ છું''; ભાવથી ‘સ્વ'નો ‘સ્વમાં-સ્વરૂપમાં ઉપયરિ છે.