________________
શ્રી નેમિનાથજી 947
શક્તિ રૂપે અનંતા ગુણો રહેલા છે જે સાધના દ્વારા વિશુદ્ધિ વધતાં પર્યાયમાં પરિણમનરૂપે પ્રગટે છે.
પુરુષ સત્તારૂપે એટલે આધારરૂપે છે અને ગુણ-પર્યાય આધેય રુપે છે તેને પ્રકૃતિરૂપે ઓળખાવી શકાય. એટલે કે પુરુષ અને પ્રકૃતિ બંને મળીને જીવ દ્રવ્ય છે. અહિંયા શીવ અને પાર્વતીના દૃષ્ટાંતરૂપે દ્રવ્ય પર્યાયનો સંબંધ બતાવ્યો છે. દ્રવ્યો તેના ગુણો અને તેના પર્યાયો, એ સિવાય આ વિશ્વમાં બીજું કાંઇ નથી. વળી ત્રણેમાં ગુણો અને પર્યાયોનો આધાર આત્મા-પુરુષ ચૈતન્ય એ જ સર્વસ્વ છે. કોઇ પણ એક દ્રવ્યના ગુણો અને પર્યાયો, અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપે થતા નથી. સર્વ દ્રવ્યો પોતાના ગુણ અને પર્યાયોમાં જ રહે છે. આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના હેતુભૂત છે અને તે પવિત્ર એવા જિનાગમોમાં કહેવામાં આવી છે.
તેથી અત્રે રાજીમતિના લેબાશમાં રહેલ પોતાની પ્રકૃતિને ઉદ્દેશીને આનંદઘનજી કહી રહ્યા છે કે હે રાજીમતિ ! હે પ્રકૃતિ ! આ જે દેખાઇ રહી છે, વર્તમાનમાં અનુભવમાં આવે છે, તે તારો સ્વભાવ જ નથી. એ તો પ્રકૃતિનું તંત્ર છે. તું તો પોતે પુરુષ ચૈતન્ય છે. તારામાં રહેલા નિજપરમાત્માને તું જાણ ! જે પ્રાકૃત ભાવો છે, કર્મના ઉદય જન્ય કે ક્ષયોપશમ જન્ય જે ભાવો છે તેને તું તારા ન માન ! તેને તું છોડ ! તારા સ્વરૂપને તારી પર્યાયમાં-તારા સ્વમાં તું બરાબર ધારી રાખ ! એ જ તારું મારી સાથેનું પાણિગ્રહણ છે એમ સમજ, એમ જાણ, એમ સ્વીકાર કર! તેને અપનાવતા તું પારગામી થઈશ અને મુક્તિને વરીશ.
(તું મુજ ઝાલે ન હાથ) - એટલે સ્વ-સ્વામી સંબંધ. સ્વ એટલે રાજીમતિની નિજ-ચેતના અને સ્વામી, તે નેમિપ્રભુ અને તે જ પરમાર્થે
સંસાર માર્ગમાં ‘“હું દેહ છું’’; એ ભાવથી ‘પર’ દ્રવ્યનો ‘સ્વ’માં ઉપયાર છે.