________________
946 ( હૃદય નયન નિહાળે જગધણી
946
છે ,
નડે છે. જે પોતે પોતામાં રહે છે તે કોઈને ય અડતો નથી, તેથી કોઈને નડતો નથી અને કોઈનું કશુંય તેને અડતું નથી, તેથી નડતું નથી. જડેશ્વર આપણે બની શકવાના નથી કારણકે આપણી જાતિ જડ નથી પણ આપણે વિભાવેશ્વરમાંથી સ્વભાવેશ્વર બની શકીએ તેમ છે કારણકે આપણે ચૈતન્ય જાતિના છીએ. આખું વિશ્વ અજ્ઞાનના યોગે પોતાને ભૂલી ગયું છે અને વિભાવને પોતાનું સ્વરૂપ માની રહ્યું છે. એ જ્યાં સુધી વિભાવનો સ્વામી થઈને રહેશે ત્યાં સુધી અશુદ્ધ પર્યાયોને પોતાની ગોદમાં તેને રાખવી જ પડશે માટે તે અનિચ્છાએ પણ અર્ધનારીશ્વર કહેવાશે કારણકે તે પુરુષ પ્રકૃતિની સાથે જોડાઈને રહ્યો છે અને તેથી પોતાના પૌરુષત્વને-આત્મતત્ત્વને મલિન કરી બેઠો છે.
આથી જણાશે કે અર્ધનારીશ્વરરૂપે પંકાયેલા મહાદેવજી દ્વારા એ પ્રસ્તુત થાય છે કે શિવ-શંકરે કોઈ પાર્વતીને અડધા અંગમાં સમાવિષ્ટ કરી જ નહોતી. એ અર્ધનારીશ્વર હતા જ નહિ. એ મહાદેવ મહાદેવ રૂપે જ હતા. લૌકિકષ્ટિ-પૂલદષ્ટિ પોતાની રીતે જે અર્થઘટન કરીને પૂજાઅર્ચના કર્યા જ કરે છે. તેઓ સારભૂત અર્થવ્યવસ્થા-સિદ્ધાંતવસ્તુસ્વભાવને સમજવાની કોશિષ કરતા જ નથી. પુરુષ ચૈતન્યની પર્યાયમાં રહેલ વિભાવદશા યુક્ત રાગાદિ-પરિણામ, કષાય-ચતુષ્ક, મોહ, આદિ પ્રકૃતિ સ્વભાવ છે. તે નારી રૂપમાં વખણાઈ છે તેને જ અર્ધાગના કહેવાઈ કેમકે પર્યાય અવસ્થામાં મહાલવું, સ્વયંના સ્વભાવથી વિરુદ્ધતામાં વાસ કરવો એ જ યુગ્મતા છે, આને જ વૈત કહ્યું છે જે અદ્વૈત એવા આત્માને દુષણ રૂપ છે.
પુરુષ અને પ્રકૃતિ અનાદિ પ્રવાહરૂપે છે. અહિંયા પુરુષ તે જીવદ્રવ્ય એટલે કે મૂળ સત્તા છે અને એ પુરુષમાં (અસંખ્યાત પ્રદેશી આત્મામાં)
વિરૂપમાં જ્ઞાતા-દષ્ટ ભાવ સક્રિય છે. સ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટ ભાવ ક્રિય છે. '