________________
શ્રી નેમિનાથજી
945
સ્વામિન્ ! કેમ દાખવતા નથી અર્થાત્ મારું પાણિગ્રહણ કેમ કરતા નથી?
આનું તાત્ત્વિક અર્થઘટન કરતા સમજાશે કે આ જગતમાં અનાદિ અનંતકાળથી બે પ્રવાહો અખંડિત રૂપે ચાલી રહ્યા છે જે પુરુષ અને પ્રકૃતિરૂપે જાણવા.
અધ્યાત્મમાં ત્રણ પ્રકારના ઈશ્વર સંબોધ્યા છે ૧) જડેશ્વર ૨) વિભાવેશ્વર ૩) સ્વભાવેશ્વર. આ રીતે ત્રણ પ્રકારના ઇશ્વર ગણાવવામાં આવ્યા છે.
૧) જડેશ્વર તે રજકણ આદિ, અજીવ દ્રવ્ય તે જડેશ્વર છે કેમકે પોતાની પર્યાય કરવામાં તે સ્વતંત્ર છે. ૨) જે વિભાવના સ્વામી થઈને વિભાવ કરે છે તે જીવ વિભાવેશ્વર છે અને ૩) જે ચૈતન્ય સ્વભાવના સ્વામી થઈને જે સ્વભાવને કરે તે સ્વભાવેશ્વર છે. જગતમાં આવા ત્રણેય પ્રકારના અનંત ઈશ્વર છે. જડેશ્વર પણ અનંત, વિભાવેશ્વર પણ અનંત અને સ્વભાવેશ્વર પણ અનંત છે. ' . જડ પરમાણુઓ જગતમાં અનંત છે, તે દરેક જડેશ્વર છે. નિગોદથી લઈને બધા અજ્ઞાની જીવો વિભાવના સ્વામી થાય છે માટે વિભાવેશ્વર પણ અનંત છે. અનંતા સિદ્ધો છે તે સ્વભાવના સ્વામી થઈને સ્વભાવની પર્યાય સ્વતંત્રપણે કરે છે માટે તે બધા સ્વભાવેશ્વર છે. જડેશ્વર અને સ્વભાવેશ્વર બને પોતપોતાના સ્વભાવમાં રહેલા હોવાથી તે જગતને કોઈ પણ રીતે નડતા નથી. ઉપદ્રવ કરતા નથી. સ્વભાવમાં રહેનારની એક વિશેષતા છે, કે તેઓ કોઈને નડતા નથી, તેમ તેઓને પણ કોઈ નડતું નથી. જ્યારે જે વિભાવના સ્વામી બનીને રહેલા છે તે વિભાવેશ્વર પોતે પોતાને પણ નડે છે, બીજાને પણ નડે છે અને બીજા પણ તેને
સાધનથી પર થઈ સાધ્ય સમીપ થતાં જઈ, સાધ્યથી અભેદ થવું તે સાધના છે.
સામાયિક આદિ ક્રિયા ત્યારે જ પૂરી થઈ કહેવાય જ્યારે કેવળજ્ઞાન થાય.