________________
944
હૃદય નયન નિહાળે જગધણી
તે જ રીતે આત્મા જ્યારે ગ્રંથિભેદજનિત સમ્યકત્વ પરિણામને પામે છે ત્યારે પૂર્વના મિથ્યાત્વના પરિણામનો વ્યય, સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ અને પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. આ ત્રણેય આત્મામાં જ સમાય છે. આમ ઉત્પાદવ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે, તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે. આવું સમજનાર જ્ઞાનીને પોતાના આત્માના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા સિવાય બહારમાં કિંચિત્પણ કાર્ય પોતાનું ભાસતું નથી એટલે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ જ પોતાનો આત્મા સત્ છે, તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થાય છે, મલિનતાનો વ્યય થાય છે ને ધ્રુવતાનું અવલંબન રહ્યા કરે છે. આનું નામ ધર્મ છે. આ સત્ય છે. તેને તું પિછાણ! આથી વિશેષ કાંઈ જ કહેવું નથી.
આમ રાજીમતિના પોતાના પ્રાકૃત સ્વભાવમાં પૃચ્છા કરવા દ્વારા બોલાયેલ સ્તવનની ત્રીજી કડીના પૂર્વાર્ધનું આધ્યાત્મિક રહસ્યનું ઉદ્ઘાટન કર્યું, જે વાચક પરમાત્માએ પોતાના હૃદયમાં વારંવાર સ્થિર કરવા યોગ્ય છે. . (ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ) – પોતાના પ્રાકૃત સ્વભાવમાં ઉછળતા તરંગોને-કલ્લોલોને આનંદઘનજીની પ્રકૃતિ જે માનવ દેહે રહેલ છે તે છોડી શકતી નથી, તેથી નેમિનાથ પ્રભુને વિરહ વ્યથાથી વિનવે છે એટલે કે નિજ પરમાત્માને ઢંઢોળે છે. દરેક પદાર્થને પોતાનો માર્મિક અર્થ હોય છે. આ કડીનું અર્થઘટન કરતા એમ સમજાય છે કે રાજીમતિજી નેમિપ્રભુને વિનંતીરૂપે કહી રહેલ છે કે મહાદેવજીએ એટલે કે શિવશંકરે પાર્વતીજીને પોતાની અર્ધગના કરીને પોતાના આખા ડાબા અંગમાં સમાવિષ્ટ કરી અર્ધનારીશ્વર કહેવાયા; એવો સ્નેહ તમે છે
સુદેવ-ગુર-સુધર્મને આપણે એટલા માટે સ્વીકારવાના છે, કે જેથી આપણું પોતાનું પરિવર્તન થાય
અને આપણે પોતે “સુ” બનીએ-નિત્યત્વને-અમરત્વને પામીએ.