________________
શ્રી નમિનાથજી
845
ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે; સમય પુરુષનાં અંગ કહ્યાં એ, જે છેકે તે દુરભવ્ય રે।। ૧.૮ મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથ વિનિયોગ રે; જે ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભોગે રે
૫.૯
શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; ક્રિયા કરી નવિ સાધી શકીયે, એ વિખવાદ ચિત્ત સઘળે રે ષ.૧૦ તે માટે ૧૧ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિએ રે ૫.૧૧
પાઠાંતરે ૧. ડું ૨. દર્શન ૩. ષડ્ ૪. જોગ ૫. કરતાં ૬. દર્શન ૭. સ્વરૂપ ૮. ચૂરણ ૯. દૂરભવ ૧૦. વિષવાદ ૧૧. ઊભો
સંસારભાવ એટલે મનમાં રહેલ રાગ અને દ્વેષ.
૨૦મા મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં જે બધા દર્શનોની સમીક્ષા કરી તે એક એક નયની અપેક્ષાએ છે. બધા દર્શનો એક એક નયોના મંતવ્યોને ‘જ’કાર પૂર્વક માનનારા હોવાથી એ બધા દર્શનો એકાંતવાદી છે. જ્યારે જૈનદર્શન એ સર્વનયગ્રાહી અનેકાંત દર્શન અને સ્યાદ્વાદ દર્શન હોવાથી તે સર્વાંગિક દર્શન છે; જે સર્વનયોની માન્યતાને સમજે-શ્રદ્ધા કરે-સ્વીકાર કરે, તે ક્યારે પણ કોઈ પણ વિષયમાં આગ્રહી ન બને. વસ્તુ સ્વરૂપને જોવાની યથાર્થદષ્ટિ હોવાથી તે દરેક વ્યક્તિના અભિપ્રાયને સમજી શકે અને તેથી તે સમાધાન કરે. જેને સર્વત્ર સમાધાન કરતાં આવડે તેને કષાયોનો ઉદ્ભવ જ ન થાય. કારણકે કષાયોની ઉત્પત્તિ એ અજ્ઞાન અને આગ્રહની પેદાશ છે. જે બીજાના કથનને, બીજાની વાતને, બીજાના અભિપ્રાયને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવી ન શકે, તે હંમેશા અજ્ઞાની અને આગ્રહી જ હોય. અજ્ઞાની અને આગ્રહી માટે ત્રણે કાળમાં મોક્ષના દરવાજા બંધ હોય છે.