________________
846
હૃદય નયન નિહાળે જગધણી
' સાચો જ્ઞાની સમન્વયવાદી અને સમાધાન પ્રિય હોય. તેનાથી તેને સર્વત્ર સમાધિ જ રહે અને જેને સર્વત્ર અને સર્વદા સમાધિ રહે; તેનો મોક્ષ નિકટ જ હોય.
અધ્યાત્મના માર્ગમાં મુક્તિ મેળવવા બાહ્ય સંઘર્ષ-માનસિક સંઘર્ષ, આંતર સંકલેશ કરવાની સખ્ત મનાઈ છે. જ્યારે આંતરિક સંઘર્ષ પળેપળે કરવાનું વિધાન છે. બાહ્ય સંઘર્ષ ન કરવાથી અને સર્વને અનુકૂળ વર્તન કરવાથી પુણ્યબંધ દ્વારા સદ્ગતિ મળે છે, દુર્ગતિ ટળે છે. જ્યારે આંતરિક સંઘર્ષ કરવાથી સંવર અને નિર્જરા સતત સધાતા હોવાથી મુક્તિ તરફ પ્રયાણ થાય છે.
સ્યાદ્વાદ શૈલિ જ એવી છે કે એ શૈલિથી મુમુક્ષુ મોક્ષમાર્ગ આરાધે તો તેને અલ્પકાળમાં મોક્ષ મળ્યા વિના રહે જ નહિ. આ શૈલિથી મોક્ષમાર્ગ આરાધતા છએ દર્શનપણ રાધાઈ જાય છે. આ શૈલિ સમજાવી જુદી ચીજ છે અને પરિણામ પામવી એ જુદી ચીજ છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી સ્યાદ્વાદ સમજાય છે પણ મોહનીયના થયોપશમથી પરિણામ પામે છે. સ્યાદ્વાદનું પરિણમન જેટલું ઊંચું તેટલી સમાધિ ઊંચી અને તેટલો મોક્ષ નજીક. આવા સ્યાદ્વાદને બતાવનાર જૈન દર્શન છે, તેથી તે સ્યાદ્વાદદર્શન તરીકે પણ ઓળખાય છે. વિશ્વને જૈનદર્શનની આ મૌલિક દેણ છે.
તારક તીર્થંકર પરમાત્માઓનું જીવન એ જ આમાં દૃષ્ટાંત રૂપે છે. પૂર્વના ત્રીજા ભવથી માંડીને તેઓશ્રીનું જીવન જ્ઞાનપ્રધાન-વિવેક પ્રધાન-ઉપશમ પ્રધાન હોય છે. ક્યાંય કષાયની સ્પર્શના જ નહિ. ક્યાંય પણ અવિવેકની છાંટ સુદ્ધા નહિ. સર્વત્ર વિવેક-ઉપશમ અને સંવર પ્રધાન જીવન જ તેઓનું જોવા મળે. એક પણ દોષનું દર્શન જ
મૂર્તિ એટલે કંધાકૃતિ-પ્રદેશપિંડાકૃતિ (હદ-કદ) રૂ૫ એટલે વર્ણ-ગંઘ-રસ-સ્પર્શ (ગુણ-પર્યાય)