________________
શ્રી નેમિનાથજી
$ 937
છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો, અન્ય દ્રવ્ય રાગાદિકને ઉપજાવતું નથી પણ અન્ય દ્રવ્ય તેમનું એટલે કે બંધ પરિણામનું નિમિત્તમાત્ર છે અને તેથી તે વ્યવહાર કથન છે. અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યના ગુણ-પર્યાય નિપજાવતા નથી અર્થાત્ અન્ય દ્રવ્યના ગુણ-પર્યાય વડે અન્ય દ્રવ્ય નિપજતું નથી. એવો નિયમ છે અને જેઓ એમ જ માને છે કે કર્મ, નિમિત્ત, મને રાગાદિ ઉપજાવે છે તેઓ માત્ર એકાંત કરે છે, તેથી તેઓ નય વિભાગને સમજ્યા જ નથી અને તેથી તેઓને મિથ્યાષ્ટિ કહ્યાં છે. એ રાગાદિ જીવની પર્યાયમાં ઉપજે છે, જીવમાં નહિ. જીવ તો પોતે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપ છે. પર દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. મૂળમાં ભૂલ જીવની જ છે. ઊંધી દષ્ટિ જીવની છે એમ માનવું તે જ સમ્યગૂ જ્ઞાન છે. નિમિત્તનો વાંક કાઢવો તે અજ્ઞાન છે. જીવ જ્યારે રાગાદિ ભાવોને કરે છે, ત્યારે તે જ પ્રદેશમાં રહેલ કાર્મણવર્ગણા ઓટોમેટિક ખેંચાઈ આવે છે અને કર્મરૂપે પરિણમે છે. આમ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તે પુદ્ગલ સત્તા છે. કારણકે જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે કર્મણવર્ગણા રૂપ પુદ્ગલ જ પરિણમે છે. માટે તે જ તેનું ઉપાદાન છે. રાગાદિ પરિણામ તેમાં નિમિત્ત છે. | ‘ઉપરોક્ત અર્થઘટનથી એ તો વિદિત થાય છે કે રાજીમતિએ કરેલ “અષ્ટભવાંતર” શબ્દ અત્રે કોઈ ઓર જ અર્થમાં સમજાય છે. આઠ ભવો તે તો માત્ર પર્યાયરૂપે ગતિનામરૂપ ધરાવતાં હતાં, તે તો ભૂતકાળમાં ખતવાઈ ગયા, તેનાથી તો હવે વર્તમાન કાળ કે જે પોતાનો સ્વકાળસ્વસમય છે તેમાંજ રહેવાનો ઇશારો છે. “અષ્ટભવાંતર' એટલે અષ્ટકર્મો જે ઉદય સમયે સાંયોગિક પરિણામ માત્ર છે, જે જીવને ભવાંતરમાં પુણ્યપાપની ઉદય સ્થિતિમાં મૂકે છે, તેથી એક વાત નક્કી થાય છે કે શુભભાવ કરવાથી તો બંધ થાય છે પણ બંધનો અભાવ થતો નથી. પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો અભાવ એ તો સમ્ય દર્શનની પ્રાપ્તિથી જ
- પૂર્ણ તત્ત્વ એવું કેવળજ્ઞાન અને સિદ્ધત્વ, સામે અને સાથે રાખ્યા વિના, કોઈપણ તત્ત્વનો પરમાર્થ હાથ લાગશે નહિ.