________________
938
, હૃદય નયન નિહાળે જગધણી
છે. તેનાથી જ ઉપરોક્ત બંને પ્રકૃતિઓનો બંધ અને ઉદય ટળે છે.
“અષ્ટભવાંતર વાલડી રે એ પંક્તિનું અર્થઘટન એ નીકળ્યું કે, આનંદઘનજીના દેહરૂપે રહેલ પોતાની પ્રકૃતિરૂપ રાજીમતિએ પોતાની આંતર-વ્યથાને ઠાલવતાં બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં લીન થવાનું સંબોધેલ છે. અષ્ટ ભવાંતરોમાં કર્મનું જોર નબળું પાડવા જ પુરુષાર્થ કરવો જોઈએ. આવો પુરુષાર્થ તે જ અધ્યાત્મ પ્રેમથી યુક્ત છે. મનરાવાલાનો અર્થ મનના માણીગર, મારા મનના પ્રિય એ પ્રમાણે છે..
(મુગતિ સ્ત્રી શું આપણે રે-સગપણ કોઈ ન કામ) અનંત મુક્તજ્વરૂપ મોક્ષ મેળવવો, એ આપણું લક્ષ્ય છે. તે ન મળે ત્યાં સુધી આપણે આપણી યાત્રા અંતરાત્મભાવથી પરમાત્મભાવ તરફ ચાલુ રાખવાની છે. નિજ પરમાત્મા સાથે સગપણ ન જોડાય એટલે કે કાળ લબ્ધિનો પરિપાક ન થાય ત્યાં સુધી આપણે આપણો આ પુરુષાર્થ જારી રાખીએ તે સિવાય આપણે બીજાનું શું કામ છે?
(ઘર આવો હો વાલમ ઘર આવો) – આનંદઘનજીની પ્રકૃતિ કે જેણે રાજીમતિનો સ્વાંગ સજ્યો છે, તે ચૈતન્યમય નિજ પરમાત્મા કે જે વ્યવહારે નેમિ પ્રભુ છે, તેને સંબોધે છે કે હે વાલમ ! હે પ્રાણનાથ ! તમે ઘરે આવો, ધ્રુવપણામાં આવે, સ્થિર થાઓ, પર્યાય દૃષ્ટિ છોડો, અપરિણામી એવા દ્રવ્યમાં રહો, તમારી અખંડતાને ઓળખો ! તમારું સ્વરૂપ અગુરુલઘુ છે, તમે સકળ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક છો, તેને ઓળખી તેમાં સ્થિર થાઓ, સ્વરૂપમાં રમણતા કરો!
(મારી આશાના વિસરામ) – સ્વયંના તત્ત્વમાં, સ્વયંથી લય પામવું, એ જ મારી આશા છે અને એ જ મારો વિશ્વાસ છે. દ્રવ્ય સામાન્ય એવા આત્મામાં શુદ્ધોપયોગે લીન થવું-સમાઈ જવું તે જ મારી આશાનો
,
કેવળદર્શન ન થાય ત્યાં સુધી આપણને દર્શન નથી પણ દષ્ટિ છે. કેવળદર્શન એ સમગ્ર દર્શન છે જ્યારે દષ્ટિ એ આંશિક દર્શન છે.