________________
936
હૃદય નયન નિહાળે જગધણી
ગયા છે, તેમાં આપણી સમજણે મુક્તતાને ઇચ્છી છે. તે મુક્તતાને આધ્યાત્મિકરૂપે પ્રેમ કરેલ છે. સ્વયંમાં સ્થિરતા થતાં ભાવ ચારિત્ર જ કેમ વિશેષ થાય તેને જ પ્રાર્થનારૂપે ઈચ્છયો છે.
કેમ કે પરમાર્થથી તો આત્મા પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. રાગાદિ પરિણામોનો જ કર્તા છે તેમ અશુદ્ધ નિશ્ચયનયથી કહી શકાય છે કેમ કે શુદ્ધ નિશ્ચયનયથી- દ્રવ્યાર્થિક નયથી તો આત્મા શુદ્ધ જ છે, પરમ પારિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. પરિણામ માત્ર પર્યાયમાં થાય છે. આત્મામાં એટલે કે દ્રવ્યમાં તો કર્મના કર્તાપણાનો સર્વથા અભાવ છે એટલે કે નિગોદથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવો સુધીના તમામે તમામ સંસારી જીવોમાં મૂળભૂત સ્વભાવ અકર્તાપણું છે.
ઉપયોગમાં-પર્યાયમાં રાગાદિ પરિણામ સાથે સ્વની એકરૂપતાતાદાત્મ્યતા સધાય છે ત્યારે જ આત્મા મિથ્યાત્વરૂપ બંધ પરિણામને પામે છે અને અધ્યાત્મમાં મિથ્યાત્વના બંધને જ મુખ્ય બંધ પરિણામ કહ્યો છે, કારણકે તે જ સંસારનું મૂળ છે, તે નીકળી જતાં તે પછી અવિરતિ પ્રત્યયિક ચારિત્રમોહજન્ય કાષાયિક બંધ પરિણામ હોવા છતાં આત્માને ત્યાં અબંધ સ્વભાવી માનવામાં આવ્યો છે. રાગ-દ્વેષ-કષાય પરિણામ જીવને બાંધતા નથી. તે તો ચારિત્રમોહજન્ય કષાય પરિણામ છે. તે જીવને સંસારમાં ભટકાવતા નથી પણ તેમાં થતી ઉપયોગની એકરૂપતા મિથ્યાત્વના બંધમાં પરિણમે છે. મિથ્યાત્વનું કારણ અજ્ઞાન છે. વિપરીત જ્ઞાન છે. વિપરીત જ્ઞાન, ઉદયજન્ય ભાવમાં એકતા કરાવે છે જ્યારે રાગાદિ પરિણામનું કારણ ચારિત્રમોહ છે.
આત્માને રાગાદિક જે ઉપજે છે, તે પોતાના જ અશુદ્ધ પરિણામ
મતિજ્ઞાન કેવળજ્ઞાનને જાણી તો શકે, પણ માણી (વેદી) નહિ શકે.. કેવળજ્ઞાન જ કેવળજ્ઞાનને વેદી-અનુભવી શકે છે.