________________
શ્રી નેમિનાથજી , 935
$ 935
આત્મારૂપી ઘરમાં જે સૂતેલો છે-રહેલો છે તે પુરુષ છે પુરુષ શબ્દનું અર્થઘટન એવું પણ થઈ શકે કે જે દેહમાં પુરાયેલો છે તે પુરુષ છે અથવા તો જે પૂરેપૂરાની ઈચ્છા રાખે છે તે પુરુષ છે એવા પુરુષને જ્ઞાન, પ્રકાશ, વિવેક, સૂર્યનાડી- પિંગળા દિવસ, A=ઉર્ધ્વમુખ ત્રિકોણ, શરીરનું જમણું અંગ, શિવનું પ્રતિક વગેરે કહી શકાય. જે Positive ઘનભાર છે. નિશ્ચય માર્ગ છે. હસ્વભાવ સ્વરૂપ છે. | (અષ્ટ ભવાંતર વાલહી રે) - અષ્ટ ભવાંતરની વાતથી રાજીમતિ એ યાદ કરાવે છે કે છેલ્લા આઠ-આઠ ભવોથી અખૂટ રીતે આપણો સંબંધ ચાલ્યો આવે છે. હે પ્રભો ! આપ જ મારા આતમરામ છો તેથી મુક્તિરૂપી સુંદરી સાથે આપણે શું સંબંધ વગેરે દ્વારા શાબ્દિક અર્થઘટન સર્વત્ર કરાઈ રહ્યું છે. ' પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારતા ખ્યાલ આવશે કે યોગીરાજે આ વાત દોહરાવી જે નથી. પરંતુ આનંદઘનજી પોતે જ રાજીમતિરૂપપ્રકૃતિરૂપ થઈને સ્વયં પોતાના નામને અનુરૂપ ગુણ પ્રમાણે આનંદયુક્તમતિ ચેતનામાં વિશેષ વિશેષરૂપે લહેરાવવા માટે થઈને, આનંદના કવનરૂપે એક પછી એક કડીઓની છોળ ઉપર છોળ ઉછાળી રહ્યા છે ને પોતાના સ્વામિ નેમિનાથ પ્રભુને વિનવી રહ્યા છે કે, હે નાથ ! “અષ્ટ ભવાંતર' એટલે આઠ કર્મ તેની ભવાંતર પ્રક્રિયા કે જે પુનરાવૃતિ રૂપ છે જેને દ્રવ્યકર્મભાવકર્મ અને નોકર્મથી ઓળખી શકાય છે. તેની જડ પકડ - ચુંગાલમાં રહીને આપણે એટલે દરેકે દરેક સંસારી જીવોએ અનંત અનંતકાળથી સંસારને લંબાવ્યો છે. “ભવાંતર' એટલે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં, આઠ કર્મોના આવરણની ચુંગાલમાં ફસાઈને સાંયોગિક પરિણામોને કરતાંતેમાં જ પોતાનું હિત માનતા-સર્વસ્વ માનતા તેમાં જ ઊંડાને ઊંડા ફસાતા
જ્ઞાનને પ્રકાશ કહેલ છે જ્યારે આનંદને અનુભૂતિ કહેલ છે. આનંદ એ એકાન્ત અનુભવ છે.