________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૭૮ દર્શન અને વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ
આપણે જોયું તેમ ચહ્યું અને મન સિવાયની બીજી બધી ઈન્દ્રિયો પ્રાપ્યકારી - છે એટલે તે ઈન્દ્રિયોની બાબતમાં ઈન્દ્રિયોની સાથે વિષયનો સંયોગ થતાં જ
જ્ઞાનની પ્રક્રિયા શરૂ થાય છે. ઈન્દ્રિયનો વિષય સાથેનો સંયોગ વ્યંજન કહેવાય છે. વ્યંજનનું ગ્રહણ તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહમાં ઈન્દ્રિયની ઉત્તેજના ધીરે ધીરે પુષ્ટ થતી જાય છે અને છેવટે તે ઉત્તેજનાનું મૂળ કોઈક બાહ્ય વસ્તુ છે તેનું ભાન અર્થાવગ્રહમાં થાય છે. આમ, વ્યંજનાવગ્રહથી મતિજ્ઞાન શરૂ થઈ જાય છે. હવે દર્શન જ્ઞાનની પહેલાં થાય છે એ બધા સ્વીકારે છે. એટલે અહીં વ્યંજનાવગ્રહ પહેલાં અચક્ષુદર્શન માનવું પડે. સ્વગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એવો મત ધરાવનારાઓ જ વ્યંજનાવગ્રહ પહેલાં અચક્ષુદર્શન ઘટાવી શકે છે. આમ, એમના મતે બાહ્ય વિષયના આકારરહિત નિરાકાર ચેતન્ય એ દર્શન છે અને આવું દર્શન ઈન્દ્રિય અને પદાર્થના સંપર્ક પહેલાં થાય છે, જ્યારે સાકાર જ્ઞાન ઈન્દ્રિયાર્થસન્નિપાત પછી થાય છે. આમ, અચક્ષુદર્શન એટલે ચહ્યું અને મન સિવાયની કોઈપણ ઈન્દ્રિય દ્વારા થનાર વ્યંજનાવગ્રહરૂપ જ્ઞાનપર્યાયની પૂર્વે તે જ્ઞાનપર્યાયના જનકરૂપ આત્મપ્રયત્ન યા આત્મસંચેતન તે અચક્ષુદર્શન છે. પરંતુ જેઓ દર્શન એટલે સામાન્યગ્રાહી બોધ યા અવ્યક્ત બોધ અને જ્ઞાન એટલે વિશેષગ્રાહી બોધ યા વ્યક્ત બોધ એવો કરે છે તેમને ઈન્દ્રિયાર્થસંયોગ પછી દર્શન માનવું પડે છે, અને આમ માનતાં તેમને જ્ઞાન અંતર્ગત એક ભૂમિકારૂપ દર્શન માનવાની આપત્તિ આવે છે, કારણ કે વ્યંજનાવગ્રહનો સમાવેશ મતિજ્ઞાનમાં થઈ જાય છે. પૂજ્યપાદ કહે છે કે ઈન્દ્રિયાર્થસંયોગ પછી તરત જ દર્શન થાય છે અને ત્યાર પછી થતું અર્થનું ગ્રહણ તે અવગ્રહ છે. આમ, અહીં તેમણે ઈન્દ્રિયાર્થસનિકર્ષ પછી તરત જ દર્શન થાય છે એમ કહ્યું એનો અર્થ એમ થાય કે વ્યંજનાવગ્રહ અને દર્શન એ બન્ને એક જ છે.
* ચહ્યું અને મન એ બે ઈન્દ્રિયોની બાબતમાં વ્યંજનાવગ્રહ હોતો નથી ' એટલે અહીં તો ઈન્દ્રિય અને અર્થની યોગ્ય સનિધિ હોતાં સીધો જ અર્થાવગ્રહ
થાય છે. તેમ છતાં આ અર્થાવગ્રહપૂર્વે વિષયની કેવળ સત્તાનું ગ્રહણ કરતું દર્શન છે એમ મોટે ભાગે કહેવામાં આવે છે.88 અર્થાત્ ઈન્દ્રિય અને વિષયની યોગ્ય સન્નિધિ થતાં જ વિષયની કેવળ સત્તાનું ગ્રહણ તે દર્શન અને પછી થતું અવાન્તર સામાન્યોનું ગ્રહણ તે અર્થાવગ્રહ. કેટલાક અર્થાવગ્રહને દર્શનરૂપ માને છે. અવગ્રહને દર્શનરૂપ માનતો મત સિદ્ધસેન દિવાકર પહેલાં પણ અસ્તિત્વમાં હતો એવું અનુમાન કરી શકાય, કારણ કે સિદ્ધસેન દિવાકરને એનું ખંડન કરવાની