________________
૭૭ # જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
ઉત્પન્ન થતાં સૌને અનુભવાય છે એ જણાવી ઐન્દ્રિયક નિર્વિકલ્પક જ્ઞાનોની યુગપદ્ ઉત્પત્તિ શક્ય છે એ સ્વીકાર્યું છે.81 એક ઈન્દ્રિયજ્ઞાન અને એક ઐન્દ્રિયક દર્શન
બન્નેની સાથે ઉત્પત્તિ સંભવે ?
જૈન તાર્કિકોએ એન્દ્રિયક દર્શનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ ગણ્યું છે. એટલે આ પ્રશ્ન બીજી રીતે આ પ્રમાણે પણ પૂછાય કે નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને સવિલ્પક પ્રત્યક્ષ સાથે ઉત્પન્ન થઈ શકે ? જૈન તાર્કિકો કહે છે કે એક જ ઈન્દ્રિયના નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને સવિકલ્પક પ્રત્યક્ષ સાથે ઉત્પન્ન થઈ શકે નહીં. આ તો સાચી વાત છે, કારણ કે તે બન્ને વચ્ચે કાર્યકારણભાવ છે. અહીં નિર્વિકલ્પક પ્રત્યક્ષ પોતે જ સવિકલ્પક પ્રત્યક્ષમાં પરિણમે છે. આથી ઊલટું એક ઈન્દ્રિયનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને બીજી ઈન્દ્રિયનું સવિકલ્પક પ્રત્યક્ષ એકસાથે થઈ શકે, એવો મત કેટલાક જૈન તાર્કિકોનો છે. બે ઉપયોગો એકસાથે ન થઈ શકે એ પેલા આગમિક નિયમ બાબત આ તાર્કિકો કહે છે કે બે સવિકલ્પક જ્ઞાનોપયોગ એકસાથે ન થઈ શકે, જ્યારે એક નિર્વિકલ્પક જ્ઞાનોપયોગ અને બીજો સવિકલ્પ જ્ઞાનોપયોગ એ બે તો સાથે થઈ શકે. એટલું જ નહીં, પણ જૈન તાર્કિકો તો એક વિષયના સવિકલ્પક પ્રત્યક્ષ અને બીજા વિષયના વિચારની (માનસ વિકલ્પની) યુગપદ્ ઉત્પત્તિ સ્વીકારવાના મતના છે. સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર અનન્તવીર્ય સ્પષ્ટપણે લખે છે કે જ્યારે ગાયનું ઐન્દ્રિયક સવિકલ્પક પ્રત્યક્ષ થતું હોય ત્યારે અશ્વનો વિચાર (માનસ વિકલ્પ) પણ સંભવી શકે.82 હેમચંદ્રાચાર્ય પણ જણાવે છે કે અવગ્રહનો (જે ઐન્દ્રિયક સવિકલ્પક પ્રત્યક્ષ અંતર્ગત છે તેનો) નિષેધ વિચારથી થતો નથી. અર્થાત્ એક વિષયનો અવગ્રહ અને બીજા વિષયનો વિચાર સાથે ઉત્પન્ન થઈ શકે છે અને સાથે રહી શકે છે.83 જો કે આટલી હદ સુધી જવું એ કેટલું ન્યાયસંગત છે તે વિચારણીય છે. એક વિષયના નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને બીજા વિષયના સવિકલ્પક પ્રત્યક્ષની યુગપદ્ ઉત્પત્તિ તો માની શકાય અને બૌદ્ધ માને પણ છે,8‘પરંતુ એકં વિષયનું સવિકલ્પક પ્રત્યક્ષ અને બીજા વિષયનો વિચાર એ બેની યુગપદ્ ઉત્પત્તિ માનવી તાર્કિક દૃષ્ટિએ યોગ્ય છે ? બૌદ્ધો કોઈપણ બે વિકલ્પોને ક્રમભાવિ જ માને છે, યુગપદ્ માનતા નથી.85
આમ, જેઓ દર્શનને સત્તામાત્રગ્રાહી નિર્વિકલ્પરૂપ માને છે અને જ્ઞાનને વિશેષગ્રાહી સવિકલ્પક ગણે છે તેમણે દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ યુગપ ્ કે ક્રમિક એનો આ રીતે વિચાર કરવો જોઈએ. પરંતુ અહીં પુનઃ એ વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચીએ છીએ કે દર્શનનો મૌલિક અર્થ સત્તામાત્રગ્રાહી નિર્વિકલ્પક બોધ હોય એવું લાગતું નથી.
S-6