________________
# જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
ફરજ પડી છે. જિનભદ્ર પણ આ મતનું સમર્થન કરતા હોય એમ.જણાય છે, કારણ કે તેઓ સમ્યક્ત્વ અને શ્રુતના ભેદની વિચારણામાં અવગ્રહ, ઇહા દર્શનરૂપ છે એવું જણાવે છે અને અવગ્રહને સ્પષ્ટ શબ્દોમાં અનાકારરૂપ કહે છે.0.આ મત જિનભદ્ર પછીના કાળમાં પણ ચાલુ રહ્યો હોય એમ લાગે છે, કારણ કે અકલંક, ધવલાટીકાકાર, વિદ્યાનંદ અને હેમચંદ્રને સ્પષ્ટપણે કહેવું પડ્યું છે કે દર્શન એ જ્ઞાનથી ભિન્ન છે. અભયદેવસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં ઉક્ત મત સ્વીકાર્યો છે.1 યશોવિજયજી પણ અવગ્રહને દર્શનરૂપ માનતા જણાય છે.2
26
સિદ્ધસેન દિવાકર વગેરે આચાર્યોની ઉક્ત મતના વિરોધમાં દલીલો આ પ્રમાણે છે - સિદ્ધસેન દિવાકર કહે છે કે જો અવગ્રહને દર્શનરૂપ માનવામાં આવશે તો જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો છે અને દર્શનોપયોગ ચાર પ્રકારનો.છે એ વ્યવસ્થામાં અને મતિભેદોની ૨૮ની સંખ્યામાં વિસંગતિ ઉપસ્થિત થશે. આ વસ્તુ ધ્યાનમાં રાખીએ તો વ્યંજનાવગ્રહ સુદ્ધાંને દર્શન ન ગણી શકાય અને દર્શનને વ્યંજનાવગ્રહ પહેલાં માનવું પડે, અને તો દર્શન અને જ્ઞાનનો અર્થ એવો કરવો જોઈએ કે જેમાં આ ઘટી શકે.
આ સંદર્ભમાં આ પ્રકરણની શરૂઆતમાં જણાવેલ હકીકતને લક્ષમાં લઈએ કે મનનને ઉત્તરકાલીનોએ જ્ઞાનના એક પ્રકાર મતિજ્ઞાનમાં ફેરવી નાખ્યું છે. જો આમ હોય તો અવગ્રહ આદિ જે મતિજ્ઞાનના ચાર ભેદો ગણાય છે તે ખરેખર તો મૂળમાં મનનની પ્રક્રિયાની ચાર ભૂમિકાઓ હોવી જોઈએ. હવે જો તે મનનની ચાર ભૂમિકાઓ હોય અને મનન શ્રુતપૂર્વક, હોય તો અવગ્રહ અને દર્શનના પૂર્વાપર સંબંધ વિશે જે પ્રશ્ન ઊભો કરવામાં આવે છે તે પ્રશ્ન ઊભો થતો જ નથી. અવગ્રહ આદિ મનનની ચાર ભૂમિકાઓ હોવી જોઈએ એ બાબતનું સૂચન જ્ઞાતાધર્મકથામાં મળે છે. ત્યાં નીચે મુજબ કહેવામાં આવ્યું છે.
तए णं से सुमिणपाढगा सेणियस्स रण्णो अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठ जाव हियया तं सुमिणं सम्मं ओगिण्हंति । ओगिण्हंता इहं अणुपविसंति...... (શ્રૃત્વા....અવįાતિ, અવમૃદ્ઘ ફહામ્ અનુપ્રવિતિ) ।જ્ઞાતાધર્મવયા, પ્રથમ અધ્યયન,
35
શ્રુતદર્શન કેમ નહીં ?
ખરેખર તો શ્રુતજ્ઞાનને શ્રુતદર્શન નથી. પરંતુ શ્રુત મતિપૂર્વક હોઈ મતિના દર્શનને પરંપરાથી શ્રુતજ્ઞાનનું દર્શન કેટલાક આચાર્યોએ માન્યું લાગે છે. આપણે જાણીએ છીએ કે શ્રુતજ્ઞાન વાક્યને સાંભળીને થાય છે એટલે શ્રુતજ્ઞાનમાં શ્રાવણપ્રત્યક્ષ કારણરૂપે પડે છે અને શ્રાવણપ્રત્યક્ષના કારણરૂપે શ્રાવણ અચસુદર્શન પડે છે.