________________
૭૫. • જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપી દર્શન સમયે જ્ઞાત અને દષ્ટ વસ્તુનું જ કથન કરે છે. આ આગમકથન ક્રમવાદ કે સહવાદ એકેય પક્ષમાં સંગત થઈ શકતું નથી. ક્રમવાદમાં અમુક સમયે જે જ્ઞાત છે, તે તે સમયે દૃષ્ટ નથી; અને બીજે સમયે જે દષ્ટ છે, તે આ સમયે જ્ઞાત નથી. એટલે જે જે ભાષણ કેવલી કરશે તે પોતાના બોધ પ્રમાણે જ કરશે. આમ હોવાથી એમનું ભાષણ અજ્ઞાત ભાષણ અને અદૃષ્ટ ભાષણ હોવાનું સહવાદમાં બન્ને ઉપયોગો સાથે પ્રવર્તતા હોવા છતાં બન્નેની વિષયમર્યાદા સામાન્ય-વિશેષરૂપે વહેંચાયેલી હોવાથી, જે અંશ જ્ઞાત હશે તે દુષ્ટ નહીં હોય અને જે દષ્ટ હશે તે જ્ઞાત નહીં હોય, એટલે તે વાદ પ્રમાણે પણ કેવલી અદષ્ટભાષી અને અજ્ઞાતભાષી જ ઠરશે. (૪) શાસ્ત્રમાં જ્ઞાન અને દર્શન બન્નેને અનંત કહ્યાં છે. હવે જો બન્ને વાદ પ્રમાણે ઉપયોગભેદ માનીએ, તો એ કથન સંગત નહીં થાય; કારણ કે અનાકારગ્રાહી દર્શને સાકારગ્રાહી જ્ઞાન કરતાં અવશ્ય પરિમિત વિષયવાળું જ હોવાનું.૧(૫) જો કેવલોપયોગ એક જ હોય અને તે એકમાં જ જ્ઞાન-દર્શન બન્ને શબ્દોનો વ્યવહાર સ્વીકારવામાં આવે, તો એક જ મન:પર્યાય ઉપયોગમાં પણ એ બે શબ્દોનો વ્યવહાર સ્વીકારી, કેવલજ્ઞાન-કેવલદર્શન એ ભેદવ્યવહારની પેઠે મન:પર્યાયજ્ઞાન-મન પર્યાયદર્શન એવો વ્યવહાર કેમ નથી કરવામાં આવ્યો? એ આશંકાનો ઉત્તર અહીં સિદ્ધાંતી આપે છે. મન:પર્યાય ઉપયોગનો વિષય મનમાં ઉપયોગી થતા મનોવર્ગણાના સ્કંધો છે, તે ઉપયોગ પોતાના ગ્રાહ્ય સ્કંધોને વિશેષરૂપે જ જાણે છે, સામાન્યરૂપે નહીં. મન:પર્યાય દ્વારા ઉક્ત દ્રવ્યોનું સામાન્યરૂપે ભાન ન થતું હોવાથી એને શાસ્ત્રમાં જ્ઞાન જ કહેલ છે, દર્શન કહેલ નથી. કેવલ ઉપયોગની બાબતમાં એથી ઊલટું છે; તે એક હોવા છતાં શેય પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભયરૂપે ગ્રહે છે; તેથી તેમાં દર્શન અને જ્ઞાન બન્ને શબ્દનો વ્યવહાર સંગત છે.? (૬) કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ બે આવરણોનો ક્ષય એકસાથે થતો હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ ઉત્પત્તિ કેટલાક માને છે. પરંતુ બે ઉપયોગો એકસાથે થઈ શકતા નથી, એ નિયમથી યુગપદ્ ઉત્પત્તિ ઘટતી નથી. અને ક્રમોત્પત્તિ તો બે આવરણોના એકસાથે ક્ષયને કારણે ઘટતી નથી. એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બન્નેનો અભેદ માનવો વધારે સારો છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શનનો અભેદ માનનારા સિદ્ધસેન દિવાકર દર્શનનો અર્થ સામાન્યગ્રાહી બોધ અને જ્ઞાનનો અર્થ વિશેષગ્રાહી બોધ એવો લે છે અને સમગ્ર ચર્ચા જ્ઞાન અને દર્શનના આવા લક્ષણભેદને આધારે કરે છે. પરંતુ આ લક્ષણભેદ અસંભવિત જણાય છે.