________________
૭૩ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂ૫) દર્શન તે તેમને મતે આગમવિરોધ સ્પષ્ટ છે. જો ક્રમવાદી કહે કે લબ્ધિની અર્થાત શક્તિની અપેક્ષાએ કેવળજ્ઞાન અને કેવળદર્શન સાદિ અપર્યવસિત છે, નહીં કે ઉપયોગની અપેક્ષાએ, તો કહેવું જોઈએ કે શક્તિની અપેક્ષા કેવલીમાં લેવી ન ઘટે, નહીં તો શક્તિ હોવા છતાં અરિહંત પંચજ્ઞાની કેમ નથી કહેવાતા ?63 (૪) જો કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણનો ક્ષય એકસાથે થાય છે તો પછી પહેલું કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન એમ કહેવાને શું કારણ છે ?64 (૫) જો કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ક્રમ હોય તો બન્નેમાં આવરણોનો ક્ષય નિરર્થક બને કારણ કે આવરણનો ક્ષય થયા પછી પણ બન્નેમાંથી એક ગેરહાજર રહે છે. તેથી એકના અભાવ માટે બીજાને જ આવરણ તરીકે સ્વીકારવું પડે, કેમ કે તદાવરણકર્મક્ષય તો પહેલેથી જ થઈ ચૂક્યો છે. આ રીતે ક્રમપક્ષ સ્વીકારતાં ઈતરેતરાવરણદોષપ્રાપ્ત થાય, અને જો તેનસ્વીકારવામાં આવે તો નિષ્કારણાવરણદોષ પ્રાપ્ત થાય.65 (૬) જો ક્રમપક્ષ સ્વીકારવામાં આવે તો કેવલીને પાક્ષિક સર્વજ્ઞત્વ - સર્વદર્શિત્વ પ્રાપ્ત થશે, કારણ કે તે જ્યારે સર્વજ્ઞ છે ત્યારે સર્વદર્શી નથી : અને જ્યારે સર્વદર્શી છે ત્યારે સર્વજ્ઞ નથી.6% (૭) પ્રજ્ઞાપનામાં પ્રાપ્ત થતો "केवली.... जं समयं जाणति नो तं समयं पासति जं समयं पासति नो तं समयं નાતિ ” એવો ઉલ્લેખ યુગપટ્વાદમાં કશી વિસંગતિ ઉપસ્થિત કરતો નથી કારણ કે અહીં કેવલી પદનો સર્વજ્ઞ અર્થ ન કરતાં શ્રુતકેવલી, અવધિકેવલી અને મન:પર્યાયકેવલી એ ત્રિવિધ કેવલી અર્થ લેવો. એ અર્થ લેતાં ઉક્ત સૂત્રનો ભાવ એમ ફલિત થાય છે કે, ઉક્ત ત્રણે કેવલી જે સમયે દર્શન કરે છે, તે સમયે જ્ઞાન નથી કરતા અને જે સમયે જ્ઞાન કરે છે તે સમયે દર્શન નથી કરતા.67 (૮) વેલિગો તેનોવોને ન પઢમાં .(નો ગઢમા) એ આગમપ્રમાણ યુગપદ્ પક્ષનું સમર્થન કરે છે.68
સામાન્યનું ગ્રહણ એ દર્શન અને વિશેષનું ગ્રહણ એ જ્ઞાન એ પક્ષમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્નેની યુગપ પ્રવૃત્તિ ઘટાવવા કહ્યું છે કે ઉપયોગોની ક્રમવૃત્તિ કર્મનું કાર્ય છે અને કર્મનો અભાવ થવાથી ઉપયોગોની ક્રમવૃત્તિનો પણ અભાવ થઈ જાય છે. એટલા માટે નિરાવરણ કેવળજ્ઞાન અને નિરાવરણ કેવળદર્શનની ક્રમવૃત્તિ નથી પણ યુગપદ્ ઉત્પત્તિ છે. આત્મગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એ પક્ષમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ ઉત્પત્તિ એ રીતે ઘટાડી શકાય કે કેવલી ભગવાન જે સમયે બાહ્ય સર્વ પદાર્થોને જાણે છે ત્યારે તે જ સમયે આત્મનિમગ્ન પણ હોય છે. આમ, કેવલી ભગવાનને સદા આત્મબોધ અને પરજ્ઞાન હોય છે. એક ક્ષણ પણ એવી હોતી નથી કે જ્યારે