________________
-
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૭૨ ઉત્પત્તિ પ્રથમ માની હોઈ પ્રથમ કેવળજ્ઞાન અને પછી કેવળદર્શન અને એ ક્રમ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. પરંતુ પ્રથમ કેવળજ્ઞાનની ઉત્પત્તિ કેમ અને કેવળદર્શનની ઉત્પત્તિ કેમ નહીં એનો ખુલાસો કરવો આ દૃષ્ટિએ પણ કઠણ પડે. પરગ્રાહી જ્ઞાન અને જ્ઞાનગ્રાહી દર્શન એ અર્થ લેતાં છાસ્થ અને કેવલી બન્નેમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એ ક્રમ સર્વસાધારણપણે સ્વીકારવો પડે. ક્રમ એ અર્થમાં કે જ્ઞાન સિવાય જ્ઞાનનું જ્ઞાન ઘટે નહીં. એટલે કાલિક દૃષ્ટિએ નહીં તોય તાર્કિક દૃષ્ટિએ પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એમ માનવું જોઈએ. આ પક્ષ સ્વગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એ પક્ષમાં સૂચવાયેલો જ છે. પરંતુ કોઈ જૈનાચાર્યે આને જુદો પાડી, બધે જ સર્વસાધારણરૂપે પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એવો મત સ્વીકાર્યો નથી. “નાનાતિ પતિ” ની સાથે ગુજરાતીમાં વપરાતો “જાણી જોઈને” શબ્દપ્રયોગ સરખાવવા જેવો છે. “જાણી જોઈને માં પ્રથમ જાણવાની ક્રિયા અને પછી જોવાની ક્રિયા એવો ક્રમ સ્પષ્ટપણે છે. અહીં જાણવા કરતાં જોવામાં કંઈક વિશેષ છે એ સ્પષ્ટપણે સૂચિત થાય છે. જોવામાં સભાનતા એ વિશેષ છે અને જ્ઞાનનું જ્ઞાન એ સભાનતા સાથે બરાબર બંધબેસે છે. એટલે, લાગે છે તો એવું કે દર્શન અને જ્ઞાનનો આવો અર્થ અભિપ્રેત હોવો જોઈએ, અને એ અર્થ લેતાં સર્વસમાનપણે પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ પણ સ્વીકારવો જોઈએ. સાંખ્ય અને યોગમાં જ્ઞાન અને દર્શનનો જે અર્થ છે તે આ પક્ષને અત્યંત પુષ્ટિ આપનાર છે એ આપણે આગળ ઉપર જોઈશું. સહોત્પત્તિવાદ - કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપ ઉત્પત્તિ સ્વીકારનારા નીચેની દલીલો . આપે છે – (૧) કેવળજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણનો ક્ષય એકસાથે થતો હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ એકસાથે જ પ્રગટ થાય છે. 60 જેમ
અનાવૃત સૂર્ય એકસાથે તાપ અને પ્રકાશ પ્રગટાવે છે તેમ નિરાવરણ ચેતના ' જ્ઞાન અને દર્શન એકસાથે પ્રવર્તાવે છે. (૨) સમગ્ર જ્ઞાનાવરણનો ક્ષય કરેલ હોવા છતાં જેમ કેવલીમાં મતિ, શ્રત આદિ જ્ઞાનો કેવળજ્ઞાનથી જુદા નથી સંભવતા તેમ દર્શનાવરણ કર્મનો ક્ષય થયો હોવા છતાં કેવલીમાં જ્ઞાનથી જુદા સમયમાં દર્શન ન જ હોવું ઘટે 61 (૩) આગમમાં કેવળજ્ઞાન કેવળદર્શન બન્ને સાદિ અનંત “(સાતિએ અન્નવસ” પ્રજ્ઞાપના, પદ 18, સૂત્ર 241) કહ્યાં છે પરંતુ ક્રમવાદ પ્રમાણે તો તે સાદિ સાંત ઠરે છે કેમ કે ક્રમવાદમાં કેવળદર્શન વખતે કેવળજ્ઞાનનો અને કેવળજ્ઞાન વખતે કેવળદર્શનનો અભાવ જ હોય છે.