________________
૭૧ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
નથી: પરંતુ કેટલાક તેની સાથે લઈ કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપત્ ઉત્પત્તિ તત્ત્વાર્થભાષ્યકારને સંમત છે એમ જણાવે છે, જે બરાબર નથી. વળી, પ્રજ્ઞાપનામાં આવેલ વાક્ય નામ્મિ વંસમ્મિ ય તો છાવરમ્મિ વડત્તા પણ ક્રમવાદનું સમર્થન કરે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને ‘સાદ્રિ અપર્યવસિત''57 લબ્ધિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, ઉપયોગની અપેક્ષાએ નહીં. એટલે કેવળજ્ઞાનકેવળદર્શનનું ‘‘સાહિ અપર્યવસિત'' તરીકે આગમમાં આવતું વર્ણન અમારા મતની વિરુદ્ધ જતું નથી.58
જ્ઞાન અને દર્શનનો ક્રમ બે રીતે સંભવે - પહેલાં જ્ઞાન અને પછી દર્શન અથવા તો પહેલાં દર્શન પછી જ્ઞાન. ક્રમવાદીઓ છદ્મસ્થની બાબતમાં પહેલાં દર્શન અને પછી જ્ઞાન એવો ક્રમ સ્વીકારે છે, જ્યારે કેવલીની બાબતમાં પહેલાં . જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ સ્વીકારે છે. આગમોમાં નાનાતિ પરવૃતિ ઉપરથી છદ્મસ્થ અને કેવલી બન્નેમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ સૂચવાતો જણાય છે. અને આગમોમાં સાકાર ઉપયોગનો પ્રથમ ઉલ્લેખ અને નિરાકાર ઉપયોગનો પછી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એવા ક્રમનો સૂચક છે. પરંતુ કોઈ જૈનાચાર્યે છદ્મસ્થ અને કેવલીમાં પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો એકસરખો ક્રમ સ્વીકાર્યો નથી, માત્ર કેવલીની અંદર પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ સ્વીકાર્યો છે, તો ક્રમવાદીઓએ આનો ખુલાસો કરવો જોઈએ કે છદ્મસ્થની બાબતમાં જે ક્રમ છે તેનાથી ઊલટો ક્રમ કેવલીની બાબતમાં કેમ ? જો સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એ રીતે જ્ઞાનદર્શનનો ભેદ સ્વીકારવામાં આવે તો કેવલીમાં પણ દર્શન પહેલાં અને જ્ઞાન પછી એવો ક્રમ રહે. એટલે આ પક્ષમાં જ્ઞાન અને દર્શનનો અર્થ બંધબેસતો નથી. જ્ઞાન એટલે સવિકલ્પક જ્ઞાન અને દર્શન એટલે નિર્વિકલ્પક જ્ઞાન એ અર્થ લેતાં અને પૂર્વે સૂચવેલી સવિકલ્પકતા અને નિર્વિકલ્પકતાની બે કોટિઓ ધ્યાનમાં લેતાં છદ્મસ્થમાં નિર્વિકલ્પક પહેલાં અને સવિકલ્પક પછી જ્યારે કેવલીમાં સવિકલ્પક પહેલાં અને નિર્વિકલ્પક પછી એવો ક્રમ ઘટી શકે છે. આત્મગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એવો અર્થ ક્રમવાદનો સમર્થક નથી. તે તો યુગપાદનો સમર્થક છે. તેમ છતાં તેને ક્રમવાદ સાથે સુસંગત કરી શકાય તેમ છે. પરંતુ તેમ કરતાં આ પ્રમાણે સમજાવવું પડે : ઉત્તરજ્ઞાન પૂર્વેની નિરાકાર ચિદાવસ્થા જે સ્વપ્રકાશનિમગ્ન છે તે દર્શન અને તેના પછી થતો બાહ્યવિષયગ્રાહી બોધ તે જ્ઞાન. આવો ક્રમ છદ્મસ્થની બાબતમાં સ્વીકારાય અને આ જ પ્રક્રિયા કેવળજ્ઞાન અને કેવળદર્શનની અંદર પણ ઘટે. પરંતુ કેવળજ્ઞાનની