________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
૭૦
छे. " केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं जं समयं जाणति नो तं समयं પાસતિ નં સમય પાતિ નો તે સમયે નાતિ ।'' વળી, આ પક્ષવાદીઓ ઉપર દર્શાવ્યું તેમ આગમિક સાહિત્યમાં જણાવેલ નિયમ કે બે ઉપયોગ એકસાથે થઈ શકતા નથી તેને પોતાના પક્ષના સમર્થનમાં ટાંકે છે. ઉપરાંત, કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ અંતરમુહૂર્ત કહેવામાં આવે છે, એ ઉપરથી ફલિત થાય છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉત્પત્તિ એકસાથે થતી નથી.3 વળી, અભેદપક્ષનું ખંડન કરતાં તેઓ જણાવે છે કે જો કેવળજ્ઞાન અને કેવળદર્શનનો અભેદ હોય તો બે જુદાં આવરણો જ્ઞાનાવરણ અને દર્શનાવરણ સ્વીકારવાનો શો અર્થ ? વળી, આ અભેદવાદીઓ આગમમાં જણાવેલ પાંચ જ્ઞાનો અને ચાર દર્શનોનો પણ સ્વીકાર કરી શકે નહીં. એટલે આ અભેદવાદીઓનો મત સ્વીકારવા યોગ્ય નથી. ક્રમવાદીના વિરુદ્ધ કોઈક પ્રશ્ન કરે કે છદ્મસ્થની બાબતમાં જ્ઞાન અને દર્શનની યુગપદ્ ઉત્પત્તિ શક્ય નથી, કારણ કે તે કર્મનાં આવરણોની અસર નીચે હોય છે અને સંપૂર્ણ મુક્ત હોતો નથી, પરંતુ સંપૂર્ણ કેવલી તો કર્માવરણોથી સંપૂર્ણ મુક્ત હોય છે, એટલે એની બાબતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ ઉત્પત્તિ અસંભવ નથી.4 આના ઉત્તરમાં ક્રમવાદી જણાવે છે કે આ દલીલ નિરર્થક છે. આત્માની શક્તિ સ્વરૂપતઃ તેની તે જ હોય છે, ભલે તે પછી અંશતઃ મુકત હોય કે સંપૂર્ણ મુક્ત હોય.ઽઆત્માની જ્ઞાનશક્તિ કે દર્શનશક્તિ સ્વરૂપતઃ એકસરખી જ જાતની રહે છે, ભલે પછી તે પૂર્ણાત્મામાં કે અપૂર્ણાત્મામાં હોય. પૂર્ણ આત્માની કે અપૂર્ણ આત્માની શક્તિ વચ્ચે ભેદ માત્ર એટલો જ છે કે પૂર્ણાત્માની શક્તિ બધા જ પદાર્થના બધા જ પર્યાયોને ગ્રહણ કરે છે જ્યારે અપૂર્ણાત્માની શક્તિ બધા જ પદાર્થના બધા જ પર્યાયોને ગ્રહણ કરવાનો દાવો કરી શકતી નથી. તત્ત્વાર્થસૂત્રભાષ્યના કર્તા ક્રમવાદ સ્વીકારતા જણાય છે. તેઓ લખે છે કે – મતિજ્ઞાનારિષુ ચતુર્ભુ પર્યાયેનોપયોનો મતિ, નયુ પત્ સંમિન્નજ્ઞાનવર્શનસ્ય तु भगवतः केवलिनो युगपत् सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने નાનુસમયમુયોનો મતિ। તત્ત્વાર્થાધિમસૂત્રમાષ્ય 1/31.
અહીં અધોરેખાંકિત ‘યુગપત્” પદ સર્વમાનવપ્રા ની સાથે જાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્ને સર્વભાવગ્રાહક છે. આ બાબતે સિદ્ધાંતગ્રંથોમાં એ પ્રશ્ન ચર્ચાયો છે કે કેવળજ્ઞાન કે કેવળદર્શન સર્વ ભાવોને ક્રમથી જાણે છે કે યુગપત્ જાણે છે. સર્વભાવો અનંત છે, એટલે ક્રમથી જાણી શકે નહીં. માટે કેવળજ્ઞાન કે કેવળદર્શન સર્વભાવોને યુગપત્ જાણે છે એવું સ્વીકારવામાં આવ્યું છે. આ ‘યુગપત્” પદ ‘અનુસમય ઉપયોનો મતિ' એની સાથે જતું
..