________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા. ૨૮ અને પરગ્રાહી જ્ઞાન એવો ભેદ કરનાર મતને અનુસરી તેઓ આ યુગપદ્ ઉત્પત્તિને આ રીતે સમજાવી શકે કે કેવલી ભગવાન સર્વ બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરતો . હોવા છતાં સદા આત્મનિમગ્ન રહે છે. જેમ સૂર્યની પ્રકાશશક્તિ અને ઉષ્ણતાશક્તિ યુગપદ્ પ્રવર્તે છે તેમ ઉપયોગની કેવળજ્ઞાનશક્તિ અને કેવળદર્શનશક્તિ પણ યુગપદ્ પ્રવર્તે છે.
. (૫) ઉપયોગના જ બે અંશો દર્શન અને જ્ઞાન છે. બીજા શબ્દોમાં દર્શન પણ ઉપયોગરૂપ છે અને જ્ઞાન પણ ઉપયોગરૂપ છે. એટલે દર્શન જ્ઞાનને ગ્રહણ કરે છે એ હકીકતને ઉપયોગ પોતે પોતાને ગ્રહણ કરે છે, અર્થાત્ ઉપયોગ સ્વગ્રાહી છે એમ કહી રજૂ કરી શકાય. આમ, ઉપયોગ સ્વગ્રાહી છે એનો અર્થ એવો અભિપ્રતે છે કે ઉપયોગનો જ્ઞાનાંશ દર્શનાંશ વડે ગ્રહીત થાય છે. બીજા શબ્દોમાં જ્ઞાનનું જ્ઞાન દર્શન છે. જ્ઞાન પરને ગ્રહણ કરે છે એ હકીકતને ઉપયોગ પરને ગ્રહણ કરે છે અર્થાત્ ઉપયોગ પરગ્રાહી છે એમ કહી રજૂ કરી શકાય. આમ ઉપયોગ પરગ્રાહી છે એનો અર્થ એ કે એનો જ્ઞાનાંશ પરને ગ્રહણ કરે છે. આ ઉપરથી સ્પષ્ટપણે એ ફલિત થાય છે કે બાહ્ય પદાર્થોનો બોધ તે જ્ઞાન અને જ્ઞાનનો બોધ તે દર્શન. બાહ્ય પદાર્થને ગ્રહણ કરવાની શક્તિ તે જ્ઞાન અને જ્ઞાનને પોતાને ગ્રહણ કરનારી શક્તિ તે દર્શન. બાહ્ય પદાર્થનું જ્ઞાન થયા વિના તે જ્ઞાનનું દર્શન ઘટે નહીં એ અર્થમાં જ્ઞાન પહેલાં અને દર્શન પછી એવો ક્રમ થાય. અથવા તો બાહ્ય વિષયનું જ્ઞાન થતાં જ તેનું દર્શન થતું હોઈ જ્ઞાન અને દર્શન બન્નેને યુગપત્ ગણી શકાય. “જ્ઞાન અને દર્શન વચ્ચે કાલિક સંબંધ * જૈન આચાર્યોમાં દર્શન અને જ્ઞાનના કાલિક સંબંધ વિશે ઐકમત્ય નથી. આગમિક મત એવો છે કે બે ઉપયોગો એકસાથે ન થાય. બે પૂર્ણ ઉપયોગો કેવળદર્શન અને કેવળજ્ઞાન પણ આ નિયમમાં અપવાદ નથી. આ હકીકત
આવશ્યકનિયુક્તિમાં જણાવવામાં આવી છે. આમ આગમિક માન્યતા અનુસાર ' નિઃશંકપણે ઐન્દ્રિયક જ્ઞાન અને દર્શન તેમ જ અતીન્દ્રિયક જ્ઞાન અને દર્શન
યુગપદ્ ઉત્પન્ન થઈ શકે નહીં. છઘસ્થ અર્થાત્ અપૂર્ણ પુરુષની બાબતમાં તેમની ઉત્પત્તિના ક્રમ વિશે જૈન આચાર્યો એકમત છે. સામાન્યપણે એવી સમજણ પ્રવર્તે - છે કે બધા જ જૈનાચાર્યો છદ્મસ્થ વ્યક્તિની બાબતમાં જ્ઞાન અને દર્શન ક્રમથી જ ઉત્પન્ન થાય એમ માને છે. પરંતુ કેવલી પુરુષની બાબતમાં જ્ઞાન અને દર્શન વચ્ચેના કાલિક સંબંધ વિશે મતભેદ છે. આ બાબતે કુલ ત્રણ પક્ષો છે – કેટલાક કેવળજ્ઞાન અને કેવળદર્શનની યુગપદ્ ઉત્પત્તિ માને છે, કેટલાક આગમિક