________________
૬૭. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપી દર્શન ચાક્ષુષજ્ઞાનોત્પાદકશક્તિરૂપસ્વરૂપમાં મગ્ન છે તે ચક્ષુદર્શન, જે સ્પર્શનાદિ ઈન્દ્રિયોથી ઉત્પાદ્ય જ્ઞાનની જનકશક્તિરૂપ સ્વરૂપમાં લીન છે તે અચક્ષુદર્શન ઈત્યાદિ. આ ઈન્દ્રિય અને પદાર્થના સંપાત પહેલાંની અવસ્થા છે. જ્યારે આત્મા અમુક પદાર્થના જ્ઞાનમાંથી ઉપયોગને હટાવી બીજા પદાર્થના જ્ઞાનને માટે ઉપયોગને પ્રવૃત્ત કરે છે ત્યારે તે વચલી નિરાકાર અર્થાત્ જોયાકારશૂન્ય અર્થાત્ સ્વાકારવાળી ઉપયોગની દશા દર્શન છે. આચાર્ય કુન્દકુન્દ નિયમસાર ગાથા 160માં વિટ્ટી મMયાસી, વેવ લખીને દર્શન આત્મપ્રકાશક હોય છે એવો પૂર્વપક્ષ રજૂ કર્યો છે. તેનાથી જ્ઞાત થાય છે કે દર્શન આત્મવિષયક છે પણ પરવિષયક નથી એ જૂનો મત છે. આ મત જૈનસિદ્ધાંતીઓનો છે. કુન્દકુન્દ્રાચાર્ય નય દૃષ્ટિથી આ મતનું સમર્થન કરે છે પણ અંતમાં દર્શન આત્માથી અભિન્ન હોવાને કારણે તે દર્શનને પણ સ્વપરપ્રકાશક કહે છે. દર્શન સ્વપ્રકાશક છે, જ્ઞાન પરપ્રકાશક છે અને આત્મા સ્વપરપ્રકાશક છે. અભેદ દૃષ્ટિથી જ્ઞાન અને દર્શન આત્માથી અભિન્ન હોઈને જ્ઞાન અને દર્શન અને સ્વપરપ્રકાશક બને છે. * કુંદકુંદની જેમ દ્રવ્યસંગ્રહટીકા પણ દર્શનમાં કથંચિત બાહ્ય પદાર્થોનું ગ્રહણ નીચે પ્રમાણે સ્વીકારે છે. દર્શન આત્માનું ગ્રહણ કરે છે. આત્મામાં જ્ઞાન વ્યાપ્ત છે એટલે દર્શન દ્વારા જ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. દર્શનથી જ્ઞાનનું ગ્રહણ થતાં જ્ઞાનના વિષયભૂત બાહ્યપદાર્થનું પણ ગ્રહણ થઈ જાય છે. આમ દર્શનને આત્મગ્રાહી અને જ્ઞાનને બાહ્યગ્રાહી માનવા છતાં આ આચાર્યો દર્શન અને જ્ઞાન અને સ્વપરગ્રાહી છે એ મત સાથે પોતાના મતનો સમન્વય કરે છે.
સ્વગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન માનતાં ઉત્તરકાલીન તાર્કિકોએ સ્થાપેલ જ્ઞાનના સ્વપરગ્રાહિત્યના સિદ્ધાંત સાથે વિરોધ આવે એટલે દર્શન અને જ્ઞાન બન્નેને સ્વપરગ્રાહી અમુક દૃષ્ટિએ આ વિચારકો સિદ્ધ કરે છે. પરંતુ અહીં એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્ઞાન સ્વપરગ્રાહી છે એ ઉત્તરકાલીન સિદ્ધાંત છે. મૂળમાં તો, આત્મા કે ઉપયોગ જ સ્વપરગ્રાહી છે એ મૌલિક સિદ્ધાંત હશે. ઉપયોગની સ્વનું ગ્રહણ કરનારી શક્તિ તે દર્શન અને ઉપયોગની પરનું ગ્રહણ કરનારી શક્તિ તે જ્ઞાન એ જ મૌલિક સિદ્ધાંત હોવો જોઈએ. ઉપયોગ સ્વપરગ્રાહી છે એમ કહેવાનું છોડી જ્ઞાન સ્વપરગ્રાહી છે એમ જૈન તાર્કિકોએ કહેવા માંડતાં દર્શન એટલે શું એ પ્રશ્ન ઉપસ્થિત થયો અને તેના વિવિધ ઉત્તરો આપવામાં આવ્યા અને અનેક ગૂંચો ઊભી થઈ.
સ્વગ્રાહી દર્શન અને પરગ્રાહી જ્ઞાન એવો મત અમુક દિગમ્બરાચાર્યોનો છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનને યુગપત માને છે 6 આત્મગ્રાહી દર્શન