________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૬ આવ્યો છે. આ પક્ષવિરુદ્ધ નીચે પ્રમાણે આપત્તિઓ આપવામાં આવે છે.
૧. વસ્તુ સામાન્યવિશેષાત્મક હોઈ, સામાન્ય વિના વિશેષનું અને વિશેષ વિના સામાન્યનું ગ્રહણ થઈ શકે નહીં, એટલે સામાન્ય અને વિશેષ નું યુગપદ્ ગ્રહણ માનવું જોઈએ, પરિણામે જ્ઞાન અને દર્શનની યુગપદ્ ઉત્પત્તિ સ્વીકારવી પડે. પરંતુ છદ્મસ્થના જ્ઞાન અને દર્શનની યુગપદ્ ઉત્પત્તિ કોઈ જૈનાચાર્ય માની નથી, કારણ કે એવો નિયમ છે કે પ્રસ્થને બે ઉપયોગો એકસાથે હોતા નથી.38
'૨. સામાન્યરહિત કેવલ વિશેષ અર્થક્રિયા કરવા અસમર્થ છે અને જે અર્થક્રિયા કરવા અસમર્થ હોય તે અવસ્તુ છે. એટલે સામાન્યરહિત કેવલ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન અપ્રમાણ બની જાય. જેમ કેવળ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાનને પ્રમાણ ન માની શકાય તેમ કેવળ સામાન્યને ગ્રહણ કરનાર દર્શનને પણ પ્રમાણ માની ન શકાય.39
૩. સામાન્યના ગ્રહણને દર્શન માનતાં શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બે જ્ઞાનોને દર્શન હોવાની આપત્તિ આવે.40
૪. સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ માનતાં કેવળદર્શનમાં વિશેષનું અગ્રહણ અને કેવળજ્ઞાનમાં સામાન્યનું અગ્રહણ માનવું પડે, પરિણામે કેવળદર્શન અને કેવળજ્ઞાન બનેમાં અપૂર્ણતાની આપત્તિ આવે.
પ. જોં સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ હોય તો કેવળદર્શન પછી કેવળજ્ઞાન થવું જોઈએ, જ્યારે એમની બાબતમાં ઊલટો ક્રમ સ્વીકારાયો છે.2
(૪) ધવલી (પ્રથમ પુસ્તક પૃ. 380) તથા જયધવલા (પ્રથમ પુસ્તક પૃ. 337) માં સાકારતા અને નિરાકારતાનો સ્પષ્ટ ભેદ બતાવતાં લખ્યું છે કે
જ્યાં જ્ઞાનનો વિષય જ્ઞાનથી પૃથક બાહ્ય વસ્તુ હોય ત્યાં તે જ્ઞાન સાકાર કહેવાય, અને જ્યાં જ્ઞાનનો વિષય અંતરંગ વસ્તુ અર્થાત સ્વયં ચૈતન્ય હોય ત્યાં જ્ઞાન નિરાકાર કહેવાય. આમ દર્શનનો અર્થ થશે અંતરંગવિષયગ્રાહી બોધ અને જ્ઞાનનો અર્થ થશે બાહ્યાર્થગ્રાહી બોધ. ઉપયોગની જ્ઞાનસંજ્ઞા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી તે સ્વબતિરિક્ત અન્ય પદાર્થને વિષય કરે છે. જ્યાં સુધી તે માત્ર સ્વપ્રકાશનિમગ્ન છે ત્યાં સુધી તે દર્શન કહેવાય છે. આમ, દર્શન ઈન્દ્રિય અને પદાર્થના સંપર્ક પહેલા થાય છે. જ્યારે જ્ઞાન ઈન્દ્રિયાર્થસન્નિપાત પછી થાય છે. આમ જોતાં બધાં દર્શનો એકરૂપ ગણાય. પરંતુ ચક્ષુદર્શન આદિ તેમના જે ભેદો કર્યા છે તે તો આગળ થનારી તત્ત, જ્ઞાનપર્યાયોની અપેક્ષાએ છે. જો સ્વરૂપની દષ્ટિએ એમનો ભેદ કહેવો હોય તો આ રીતે કહી શકાય કે એક દર્શને જે