________________
॥ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
નિરાકાર જ્ઞાન સદાય રહેતું કલ્પી શકાય કે જે નિરાકાર જ્ઞાન પછી કદી સાકાર જ્ઞાન થાય નહીં. અલબત્ત, આ પ્રમાણે માનતાં જૈનોએ ઉત્તરકાળમાં કલ્પેલ સર્વજ્ઞતા અને સર્વદર્શિતા ઘટી શકે નહીં.
૬૫
(૨) આકારનો બીજો અર્થ વિકલ્પ કરવામાં આવે છે.33 વિકલ્પ નિશ્ચયાત્મક હોય છે. અને તેથી સવિચાર હોય છે. તો જે બોધ સાકાર અર્થાત્ સવિકલ્પ હોય તે જ્ઞાન અને જે બોધ નિરાકાર અર્થાત્ નિર્વિકલ્પ હોય તે દર્શન. અહીં. એ વસ્તુ નોંધવી જોઈએ કે સવિકલ્પતા અને નિર્વિકલ્પતાની બે કોટિ છે. એક કોટિ છે ઐન્દ્રિયક બોધને લગતી અને બીજી કોટિ છે ધ્યાનને લગતી. આપણે જાણીએ છીએ કે કેટલાંક ધ્યાનો નિર્વિકલ્પક છે અને કેટલાંક ધ્યાનો સવિકલ્પક છે. અર્થાત્ કેટલાક ધ્યાનો સવિચાર છે અને કેટલાંક નિર્વિતર્ક નિર્વિચાર છે. કેટલાંક દર્શનોમાં નિર્વિકલ્પક સમાધિ અને સવિકલ્પક સમાધિની વાત આવે છે. તો આમ સાકાર-અનાકારના આ અર્થનો વિચાર કરતી વખતે સવિકલ્પતા અને નિર્વિકલ્પતાની આ બન્ને કોટિઓ ધ્યાનમાં રાખવી જોઈએ. ઐન્દ્રિયક બોધને લગતી કોટિમાં નિર્વિકલ્પક જ્ઞાન (દર્શન) પ્રથમ થાય છે અને સવિકલ્પક જ્ઞાન (જ્ઞાન) પછી થાય છે.‘પરંતુ ધ્યાનને લગતી કોટિમાં સવિકલ્પક જ્ઞાન (જ્ઞાન) પ્રથમ થાય છે અને નિર્વિકલ્પક જ્ઞાન (દર્શન) પછી થાય છે.
(૩) જે બોધ સામાન્યગ્રાહી છે તે નિરાકાર અને જે બોધ વિશેષગ્રાહી છે તે સાકાર. આમ દર્શન એટલે સામાન્યગ્રાહી બોધ અને જ્ઞાન એટલે વિશેષગ્રાહી બોધ.35 આને કારણે પહેલાં દર્શન થાય અને પછી જ્ઞાન થાય, કારણ કે જેણે સામાન્યનું ગ્રહણ કર્યું ન હોય તે વિશેષને ગ્રહણ કરવા પ્રવૃત્ત થતો નથી.36 અહીં કોઈ એમ શંકા કરે છે કે જો એમ હોય તો તત્ત્વાર્થસૂત્રમાં અને આગમોમાં પહેલાં દર્શનનો ઉલ્લેખ કરવો જોઈએ અને પછી જ્ઞાનનો ઉલ્લેખ કરવો જોઈએ. પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં પહેલાં જ્ઞાનનો અને પછી દર્શનનો ઉલ્લેખ છે, જેમ કે ‘‘સ ત્રિવિધો તુર્ભેવઃ ।’' અને પ્રજ્ઞાપનામાં પણ પહેલા જ્ઞાન અને પછી દર્શનનો ઉલ્લેખ છે, જેમ કે તિવિષે અંતે વઓને પળત્તે । ગોયમા તુવિષે પળતા તં નહીં સારડવોને ય મળાવોને ય'' (પ્રજ્ઞાપના. 29/ સૂત્ર 312). આના ઉત્તરમાં તત્ત્વાર્થસૂત્રભાષ્યના ટીકાકાર સિદ્ધસેનગણિ કહે છે કે જ્ઞાનના ભેદો દર્શનના ભેદો કરતાં વધારે છે એ કારણે અને જ્ઞાનને વિશે કહેવાનું, દર્શનને વિશે જે કહેવાનું છે તે કરતાં વધારે છે એટલે, તત્ત્વાર્થસૂત્ર અને આગમમાં પહેલાં જ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પછી દર્શનનો ઉલ્લેખ કરવામાં