________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૬૪ છે. આનો. અર્થ એ કે જે બોધ સાકાર હોય તે જ્ઞાન અને જે બોધ નિરાકાર હોય તે દર્શન. અહીં સાકાર અને નિરાકાર શબ્દનો શો અર્થ લેવો તેનો વિચાર કરવો જોઈએ.
(૧) આકારનો અર્થ વિષયનો આકાર એવો થઈ શકે. જે બોધ વિષયનો આકાર ધારણ કરે તે જ્ઞાન અને જે બોધ વિષયનો આકાર ધારણ ન કરે તે દર્શન. બોધ વિષયનો આકાર બે રીતે ધારણ કરી શકેઃ એક તો, વિષયના આકારે પરિણમીને અને બીજું, વિષયના આકારનું પ્રતિબિંબ ગ્રહણ કરીને. આ બન્નેના સ્વીકારની સૂચક પદાવલી જૈનગ્રંથોમાં મળી શકે છે.32 જૈનો ચેતનાને પરિણામી માને છે, એટલે બોધ વિષયના આકારે પરિણમી વિષયાકાર બને એમ માનવામાં તેમને કોઈ વાંધો નથી. પર્યાય એ પરિણામરૂપ આકાર છે. ઘટજ્ઞાનપર્યાય, પટજ્ઞાનપર્યાયનો અર્થ ઘટાકારે પરિણમેલું જ્ઞાન અને પટાકારે પરિણમેલું જ્ઞાન થાય. જ્યારે જ્ઞાન વિષયાકારે પરિણમેલું ન હોય ત્યારે તે દર્શન કહેવાય અને જ્યારે વિષયાકારે પરિણમેલું હોય ત્યારે જ્ઞાન કહેવાય. ચેતનાને પરિણામી માનનારા જૈનોને બોધ વિષયનો આકાર પ્રતિબિંબરૂપે ધારણ કરે છે એમ માનવામાં પણ કોઈ હાનિ નથી. પ્રતિબિંબરૂપ આકાર ધારણ કરવાની વાત તો ખરેખર જેઓ ચેતનાને ફૂટસ્થ નિત્ય માને છે એવા કેટલાક સાંખ્ય આદિ દાર્શનિકોએ સ્વસિદ્ધાંતમાં વિરોધ ન આવે એ ખાતર સ્વીકારેલી છે. સાકાર જ્ઞાન એટલે વિષયાકારે પરિણમેલું જ્ઞાન કે વિષયાકારનું પ્રતિબિંબ ધારણ કરતું જ્ઞાન એવો અર્થ સ્વીકારતાં તો નિર્વિકલ્પક બોધ અને સવિકલ્પક બોધ બન્નેય સાકાર હોઈ શકે છે. એટલે સવિકલ્પક સાકાર બોધની જેમ નિર્વિકલ્પક સાકાર બોધ પણ જ્ઞાન કહેવાશે, જ્યારે શુદ્ધ વિજ્ઞાન જેમાં કોઈપણ પ્રકારનો વિષયાકાર નથી તે દર્શન કહેવાશે. સૌત્રાન્તિકો સાકાર જ્ઞાનવાદીઓ છે અને તેમનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ સાકાર જ છે. આવી જ્ઞાનની સાકારતા કે સારૂપ્ય જ્ઞાનને જ્ઞાન બનાવે છે, જ્યારે વિજ્ઞાનવાદીઓ જેને ગ્રાહ્યગ્રાહકાકારવિનિર્યુક્ત શુદ્ધ વિજ્ઞાન કહે છે તેના જેવો નિરાકાર બોધ દર્શન કોટિમાં આવશે. સાકાર-નિરાકારનો આ એક અર્થ થયો. સાકાર અને નિરાકારનો આવો અર્થ કરતાં સાંસારિક દશામાં તે તે સાકાર જ્ઞાન પૂર્વે તેના કારણભૂત નિરાકાર જ્ઞાન ઘટી શકે છે. ઘટને જાણ્યા પછી પટને જાણવા જ્યારે વિજ્ઞાન પ્રવૃત્ત થાય છે ત્યારે ઘટાકારજ્ઞાન અને પટાકારજ્ઞાન વચ્ચે કોઈપણ આકાર વિનાનું વિજ્ઞાન થાય છે જે પટાકારજ્ઞાનનું પૂર્વવર્તી કારણ બને છે. મુક્તિ પ્રાપ્ત કરતી વખતે સાકાર જ્ઞાન પછી શુદ્ધ