________________
૬૩ .. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂ૫) દર્શન વિપર્યયરૂપ ગણવામાં આવે છે, કારણ કે તે મોક્ષોપયોગી નથી. આમ, અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ એ ત્રણેયને અજ્ઞાન ગણવામાં આવે છે. તે જ્ઞાનો સમ્યક્દર્શન સચરિત હોય છે ત્યારે તેમને સમ્યફજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, પાંચ સમ્યફજ્ઞાનો અને ત્રણ અજ્ઞાનો મળી કુલ આઠ જ્ઞાનોનું નિરૂપણ સંક્ષેપમાં આપણે જોયું. ચાર દર્શનો
હવે ચાર દર્શનોની સંક્ષેપમાં સમજૂતી આપીએ છીએ. પાંચ ઈન્દ્રિયો. દ્વારા થતાં પાંચ મતિજ્ઞાનો અને મન દ્વારા થતું છઠ્ઠું મતિજ્ઞાન આ છ મતિજ્ઞાનોની પૂર્વે સામાન્ય પ્રકારના જે છ બોધ થાય છે તે છ મતિદર્શનો છે. આ છ મતિદર્શનોને જૈનો બે ભાગમાં વહેંચી નાખે છે. ચાક્ષુષમતિજ્ઞાન પૂર્વેનું જે ચાક્ષુષ દર્શન તેને . ચક્ષુદર્શન કહે છે અને બાકીનાં પાંચ મતિદર્શનોને અચાક્ષુષદર્શનના ઍક વર્ગમાં મૂકે છે. શ્રુતજ્ઞાનપૂર્વે શ્રુતદર્શનનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અવધિજ્ઞાનપૂર્વે થતો સામાન્યબોધ અવધિદર્શન છે. મન:પર્યાયજ્ઞાન પૂર્વે મન પર્યાયદર્શન સ્વીકારવામાં આવ્યું નથી. કેવળજ્ઞાન પૂર્વે થતો સામાન્ય બોધ કેવળદર્શન છે. જેમ મતિ, શ્રુત અને અવધિના વિપરીત ત્રણ અજ્ઞાનો સ્વીકારવામાં આવ્યા છે તેમ દર્શનની બાબતમાં કોઈપણ અદર્શન સ્વીકારવામાં આવ્યું નથી. આનું કારણ દર્શનને પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ જૈનોએ નિર્વિકલ્પક કોટિના જ્ઞાનમાં નાંખ્યું હોઈ, તેની બાબતમાં સમ્યફ-મિથ્થાનો પ્રશ્ન ઊઠે નહીં. પરંતુ અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ તો જે ધોરણે જ્ઞાનને સમ્યફ-મિથ્યા ગણ્યું તેમ તેને પણ સમ્યફ-મિથ્યા ગણી શકાય. જે સમ્યક શ્રદ્ધાન સહચરિત દર્શન તે દર્શન અને જે સમ્યફ શ્રદ્ધાને અસહચરિત દર્શન તે અદર્શન એવી વ્યવસ્થા અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ થઈ શકે. પરંતુ દર્શનની મીમાંસા વખતે જૈનોએ મોટે ભાગે પ્રમાણશાસ્ત્રનો દૃષ્ટિકોણ અપનાવ્યો છે.
ઉપર આપણે જૈનદર્શનમાં સ્થિર થયેલી જ્ઞાન અને દર્શન વિશેની માન્યતાનું નિરૂપણ કર્યું. તેના ઉપરથી જ્ઞાન અને દર્શન વચ્ચેનો ભેદ એ સૂચવાય છે કે દર્શન એ સામાન્ય બોધ છે અને જ્ઞાન એ વિશેષ બોધ છે. પરંતુ આ ભેદક લક્ષણ જૈન તાર્કિકોએ બીજાં દર્શનોમાં જે નિર્વિકલ્પક-સવિકલ્પકનો ભેદ છે તેને દૃષ્ટિ સમક્ષ રાખીને તારવ્યું છે. ખરેખર જ્ઞાન અને દર્શનનું ભેદક લક્ષણ આ જ છે કે બીજું કોઈ તેની વિચારણા કરવી જોઈએ. આ વિચારણા મહત્ત્વની છે કારણ કે એ બાબતે મતભેદ પ્રવર્તે છે. જ્ઞાન અને દર્શનનો ભેદ
આગમોમાં સાકાર ઉપયોગને જ્ઞાન અને નિરાકાર ઉપયોગને દર્શન કહ્યું