________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ૬૨ દ્રવ્યમન એ મનરૂપે પરિણમવાને યોગ્ય પૌલિક અણુઓના સમૂહનું બનેલું છે. દ્રવ્યમનથી ચિંતન આદિ કરવાની યોગ્યતાવાળી ચેતના (જૈન પરિભાષામાં લયોપશમરૂપ લબ્ધિવાળી ચેતના) એ ભાવમન. દ્રવ્યમનથી જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે તે વસ્તુના આકારે ભાવમન પરિણમે છે. ભાવને ધારણ કરેલ વસ્તુના આકારને (પર્યાયને) મન:પર્યાયજ્ઞાન જાણે છે. આમ, મન:પર્યાયજ્ઞાન બીજાના મને ધારણ કરેલ વસ્તુના આકારને સાક્ષાત્ જાણે છે. તે આકાર દ્વારા વસ્તુને અનુમાનથી જાણે છે. કેટલાક આચાર્યો તે વસ્તુનું સાક્ષાત્ જ્ઞાનમન:પર્યાયજ્ઞાન દ્વારા થાય છે એમ માને છે. મન:પર્યાયજ્ઞાન બે પ્રકારનું છે - જુમતિ અને વિપુલમતિ.25 જુમતિ મનના થોડા પર્યાયોને જાણે છે, જ્યારે વિપુલમતિ મનના વધારે પર્યાયોને જાણે છે, કારણ કે ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે આંતરિક શુદ્ધિ ધરાવે છે. ઋજુમતિ એકવાર પ્રાપ્ત થયા પછી ચાલી પણ જાય છે, જ્યારે વિપુલમતિ પ્રાપ્ત થયા પછી ચાલી જતું નથી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. મન:પર્યાયજ્ઞાન ફક્ત સંયત મનુષ્યને જ હોઈ શકે છે. મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનથી ઘણું વિશુદ્ધ છે. અવધિજ્ઞાનનો વિષય કેટલાક પર્યાયો સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે. પરંતુ મન:પર્યાયજ્ઞાનનો વિષય ફક્ત તેનો અનંતમો ભાગ છે. અવધિજ્ઞાનનો વિષય અંગુઠાના અસંખ્યાતમા ભાગથી આખા લોક સુધીમાં રહેલો છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનનો વિષય કેવળ મનુષ્યલોકમાં જ છે. અવધિજ્ઞાન ચારેય ગતિવાળા જીવોને હોઈ શકે છે. પરંતુ મન:પર્યાયજ્ઞાન કેવળ સંયત મનુષ્યને જ હોઈ શકે છે. આ કારણે મન:પર્યાયજ્ઞાન સદા જિનોપદિષ્ટ તત્ત્વોમાં શ્રદ્ધાનરૂપ સફદર્શનથી સહચરિત હોય છે. એટલે મન:પર્યાયઅજ્ઞાન સંભવતું નથી. મનઃપયજ્ઞાન પૂર્વે તેની પ્રાથમિક ભૂમિકારૂપ મન:પર્યાયદર્શનનો સ્વીકાર એકાદ “અપવાદ સિવાય કોઈ જૈનાચાર્યોએ કર્યો નથી.29 કેવળજ્ઞાન ' . જીવ સંપૂર્ણ વીતરાગ બનતાં અર્થાત્ કષાયોથી સંપૂર્ણ મુક્ત બનતાં જ્ઞાન ઉપરનાં સર્વ આવરણોનો ક્ષય થાય છે અને પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે. આને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને જાણે છે. બીજા શબ્દોમાં તે સર્વકાળની અને સર્વદેશની સર્વ વસ્તુઓની બધી અવસ્થાઓને જાણે છે. આમ, કેવળજ્ઞાન એ સર્વજ્ઞતા છે.30
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનનાં વિપરીત જ્ઞાનો મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન સ્વીકારવામાં આવ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન જો સમ્યક્દર્શન સચ્ચરિત ન હોય તો તેમને અજ્ઞાનરૂપ અર્થાત્