________________
૫૯ ·
। જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
પ્રકારનો છે - ચક્ષુદર્શનોપયોગ, અચક્ષુદર્શનોપયોગ, અવધિદર્શનોપયોગ અને કેવળદર્શનોપયોગ. હવે મુખ્યપણે તત્ત્વાર્થસૂત્ર અનુસાર ક્રમથી આ જ્ઞાનો અને દર્શનોનું નિરૂપણ સંક્ષેપમાં કરીએ.
મતિજ્ઞાન
તત્ત્વાર્થસૂત્રકાર મતિજ્ઞાનમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા અને ચિંતાનો સમાવેશ કરે છે. તેથી તેમણે મતિજ્ઞાન બે પ્રકારનું જણાવ્યું છે - ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન. અહીં અનિન્દ્રિયનો અર્થ મન છે. ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન સ્પર્શન વગેરે પાંચ ઈન્દ્રિયો દ્વારા થતું સ્પર્શ વગેરે પાંચ વિષયોનું પાંચ પ્રકારનું જ્ઞાન છે. અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન મનોવૃત્તિરૂપ છે.Ý ભાવમનની વિષયાકાર પરિણતિ એ મનોવૃત્તિ છે. ચિંતાને અનિન્દ્રિયનિમિત્ત ગણી શકાય. ગુણદોષવિચાર એ પણ અનિન્દ્રિયનિમિત્ત ગણાય. મતિજ્ઞાનની ચાર ક્રમિક ભૂમિકાઓ છે - અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા.7 ઈન્દ્રિયો વડે વિષયોનું અવ્યક્ત આલોચનરૂપ ગ્રહણ તે અવગ્રહક, અવગ્રહીત સ્પર્શ વગેરે વિષયના એકદેશ ઉપરથી અર્થાત્ સામાન્ય ઉપરથી શેષની (અર્થાત્ ભેદવિશેષની) વિચારણા તે ઈહા. આ વિશેષ સમ્યક્ છે અને આ વિશેષ અસમ્યક્ છે એવી ગુણદોષની વિચારણાને આધારે અધ્યવસાયનો ત્યાગ એ અવાય છે.10 પરિણામે બાકી રહેલા એક જ અધ્યવસાયની યથાવિષય પ્રતિપત્તિ અને અવધારણા તે ધારણા છે.1 અહીં એ નોંધીએ કે પ્રાયઃ તત્ત્વાર્થસૂત્રના ટીકાકારો એક પછી એક અધ્યવસાયોનો ત્યાગ અને છેવટે બાકી રહેલા એક અધ્યવસાયનો સ્વીકાર બન્નેનો અવાયમાં સમાવેશ કરી ધારણાનો અર્થ નિશ્ચયે પાડેલા સંસ્કારોને ધારણ કરી રાખવા તે એવો કરે છે.12 અવગ્રહના બે પ્રકાર છે - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ 13 વ્યંજન એટલે ઇન્દ્રિયોનો તેના વિષયો સાથેનો સંયોગ, મન અને ચક્ષુ પ્રાપ્યકારી ઇન્દ્રિયો ન હોઇ તેમનો વિષય સાથે સંયોગ થતો નથી. બાકીની ઇન્દ્રિયો પ્રાપ્યકારી હોઇ તેમનો તેમના વિષય સાથે સંયોગ થાય છે.14 જે ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે તેમના દ્વારા થતા અવગ્રહમાં પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે અને પછી જ અર્થાવગ્રહ થાય છે. જે ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે તેમના દ્વારા વ્યંજનાવગ્રહ વિના સીધો જ અર્થાવગ્રહ થાય છે. વ્યંજનાવગ્રહની અપેક્ષાએ અર્થાવગ્રહ વધુ પુષ્ટ છે. વ્યંજનાવગ્રહને સમજાવવા માટે નીચેનું દૃષ્ટાંત આપવામાં આવે છે
-
નવું માટીનું શકોરું પાણીના થોડા બિંદુઓ નાખીએ ત્યાં સુધી ભીનું થતું નથી. પરંતુ સતત જલબિંદુઓ નાખતાં રહેતાં ધીરે ધીરે ભીનું થાય છે. તેવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાંટો પાડવામાં આવે ત્યારે તે શબ્દ તેના કાનમાં