________________
૪૭ , જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
૪. જૈનસંમત આત્મા અને સાંખ્યયોગસંમત ચિત્ત - જૈન પરંપરામાં આત્માના સ્વરૂપ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગણાવાયા છે અને સાંખ્યયોગ પરંપરામાં ચિત્તના સ્વરૂપ તરીકે દર્શન સિવાય બાકીના ત્રણેય સ્વીકારાયેલ છે. જૈન પરંપરા આત્માને પરિણામિનિત્ય માને છે, અને સાંખ્યયોગ પરંપરા ચિત્તને પરિણામિનિત્ય માને છે. જૈનો આત્મામાં કર્તુત્વ અને ભોક્નત્વ વાસ્તવિક માને છે અને સાંખ્યયોગ દર્શનકારો ચિત્તમાં કર્તૃત્વ અને ભોઝુત્વ વાસ્તવિક માને છે. જૈનો આત્માને પ્રતિશરીર ભિન્ન માને છે અને સાંખ્યયોગ દર્શનકારો ચિત્તને પ્રતિશરીર ભિન્ન માને છે. જેનો આત્માને સંકોચવિકાસશીલ માને છે અને સાંખ્યયોગ ચિંતકો ચિત્તને સંકોચવિકાસશીલ માને છે. જૈન પરંપરા આત્માને પૌદ્ગલિક કર્મનાં આવરણો સ્વીકારે છે અને સાંખ્યયોગ પરંપરા ચિત્તને પ્રાકૃતિક (material) કર્મનાં આવરણો સ્વીકારે છે. જૈનસંમત આત્મા ગતિ કરે છે અને સાંખ્યયોગસંમત ચિત્ત પણ ગતિ કરે છે. જૈન દર્શન અનુસાર આત્મા અંતરાલગતિમાં કાર્ય શરીર સાથે ગતિ કરે છે અને સાંખ્યયોગ દર્શન અનુસાર ચિત્ત અંતરાલગતિમાં સૂક્ષ્મ શરીર સાથે ગતિ કરે છે. જૈનસંમત આત્માની બંધન અને મોક્ષ અવસ્થાઓ મુખ્યાર્થમાં ઘટે છે અને સાંખ્યયોગસંમત ચિત્તની પણ તે અવસ્થાઓ મુખ્યાર્થમાં ઘટે છે. જૈન પરંપરામાં જેમ આત્મા માત્રની સહજ યોગ્યતા સમાન છતાં તેના પુરુષાર્થ અને નિમિત્તના બળાબળ પ્રમાણે વિકાસ મનાય છે તેમ સાંખ્યયોગ પરંપરામાં ચિત્તને લઈને એ બધું ઘટાવવામાં આવે છે, અર્થાત્ બધા જ ચિત્તો સહજ રીતે સમાન યોગ્યતાવાળા છે પણ તેમનો વિકાસ તો પુરુષાર્થ અને અન્ય નિમિત્તોના બળાબળ ઉપર અવલંબે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે દર્શનશક્તિ સિવાયના જેટલા ધર્મો, ગુણો યા પરિણામો જૈનસંમત આત્મામાં મનાય છે તે બધા જ સાંખ્યયોગસંમત ચિત્તમાં મનાય છે.
૫. નિષ્કર્ષ ઉપરની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે દર્શન જ સાંખના પુરુષના અસ્તિત્વ માટેનો તાર્કિક આધાર છે. એ સિવાય પુરુષતત્ત્વના સ્વીકાર માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ નથી. ચિત્તને જ જ્ઞાન અને દર્શન બને છે એમ માનવામાં આવે, અર્થાત્ ચિત્તનું જ્ઞાન સ્વસંવેદિત, સ્વપ્રકાશ છે એમ સ્વીકારવામાં આવે તો પુરુષનું કોઈ પ્રયોજન રહેતું નથી. અને તો તેવા ચિત્તનો જૈનોના આત્માથી કોઈ જ ભેદ રહેતો નથી. સાંખ્યયોગ ચિત્ત અને જૈન આત્મા વચ્ચેનું અત્યંત સામ્ય એ સૂચવે છે કે જૈન આત્મા એં ચિત્ત જ છે. તેઓ ચિત્તને જ આત્માનામ આપે છે. જેમ સાંખ્યયોગ ચિત્ત(યા બુદ્ધિ)થી