________________
૪૫ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
ભોગ ચિત્તને જ હોય, પુરુષને ન હોય. પુરુષનો ભોગ તો ઔપાધિક છે. ફૂટસ્થનિત્ય પુરુષમાં મુખ્ય સુખદુઃખરૂપ ભોગ ઘટે જ નહીં.
ચિત્ત પ્રતિશરીર ભિન્ન
જેટલાં શરીરો તેટલાં ચિત્તો છે. અને તે પ્રત્યેક સંસારી પુરુષમાં જુદું જુદું છે. અર્થાત્ ચિત્ત પ્રતિશરીર ભિન્ન છે.128
ચિત્ત દેહપરિમાણ
વ્યાસે યોગી પોતાના ચિત્તને પોતાના શરીરમાંથી કાઢી બીજાં શરીરોમાં દાખલ કરે છે એવી વાત કરી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ચિત્ત પ્રતિશરીર નિયત પરિમાણવાળું હોય છે કારણ કે પોતાના ચિત્તને પોતાના શરીરમાંથી કાઢી ત્યારે જ શકાય કે જ્યારે તે ચિત્ત શરીરની અંદર સીમિત પરિમાણવાળું હોય. સર્વત્ર વ્યાપક ચિત્ત હોય તો આ પ્રક્રિયા શક્ય બને નહીં. આ ઉપરથી ફલિત થાય છે કે ચિત્ત વિભુ નથી. કેટલાક યોગાચાર્યોએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે ચિત્ત સંકોચ-વિકાસશીલ છે. એક દીવાને ઘડામાં રાખતાં એનો પ્રકાશ ઘડામાં સંકુચિત થઈ રહે છે. પણ એ જ'દીવાને ઓરંડામાં મૂકતાં એનો પ્રકાશ ઓરડાના જેટલો વિકસિત થઈ જાય છે. એવી જ રીતે ચિત્તનો પણ સંકોચવિસ્તાર થાય છે. અર્થાત્, જેવડા શરીરમાં હોય તેવડું થઈને તે રહે છે. આમ, ચિત્ત મધ્યમપરિમાણ યા શરીરપરિમાણ છે.129
કર્મ અને ચિત્ત
યોગદર્શનમાં ચિત્તને કલેશરૂપ અને કર્મરૂપ આવરણો છે,130 તેમ સ્પષ્ટપણે કહ્યું છે. કલેશાવરણ એ જૈનોનું ભાવકર્મ છે અને કર્માવરણ એ જૈનોનું દ્રવ્યકર્મ છે. વિવેકજ્ઞાન એ ચિત્તનો જ ધર્મ છે. યોગદર્શને ‘“વિવેકજ્ઞાનાવરણીયકર્મ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.131 આ કર્મરૂપ આવરણો સૂક્ષ્મ અચેતન દ્રવ્યરૂપ પદાર્થ છે. શેરબાટ્કી કહે છે કે “In Sankhya Karma is explainedmaterialistically, as consisting in a special collocation of infraatomic particles or material forces making the action either good or bad.''132 બધાં જ આવરણો દૂર થઈ જતાં ચિત્તમાં અનંત જ્ઞાન પ્રગટે છે.133 કર્મ ચાર પ્રકારનાં ગણાવ્યાં છે - કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુકલ, અશુકલઅકૃષ્ણ.134 કલેશપૂર્વકની પ્રવૃત્તિથી ચિત્તમાં કર્મસંસ્કારો પડે છે અને કલેશરહિતની પ્રવૃત્તિથી ચિત્તમાં કર્મસંસ્કારો પડતા નથી. આમ કલેશ જ કર્મબંધનું કારણ છે. કર્મસંસ્કારો કલેશમૂલક છે.135 કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે– જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખદુઃખસંવેદન)13. આમ, કર્મના ત્રણ પ્રકાર થયા - જાતિવિપાકી કર્મ, આયુર્વિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ.