________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા - ૪૦ કદી જોયું નથી તે ચંદ્રને પણ ચંચલ માની લે તેના જેવું આ છે.100 આકાશની જેમ આત્મામાં ગતિક્રિયા પણ આરોપિત જ છે. પ્રેરકત્વરૂપ કર્તુત્વને અધિષ્ઠાતૃત્વ કહેવામાં આવે છે. આ અધિષ્ઠાતૃત્વ પણ પુરુષમાં આરોપિત યા ભ્રાન્ત છે એમ
અનિરુદ્ધ01 વગેરે સાંખ્યાચાર્યો જણાવે છે. મુખ્ય અધિષ્ઠાતૃત્વતો પુરુષના પ્રકાશથી ઉજ્જવળ બનેલા અંતઃકરણમાં (ચિત્તમાં) છે અને સાનિધ્યને લઈને તેનો આરોપ પુરુષમાં થાય છે.102 પરંતુ પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરતી વેળાએ તો સાંખ્યાચાર્યો જણાવે છે કે જેમ જગતમાં રથ વગેરે જડ પદાર્થોના તેમનાથી ભિન્ન સારથિ વગેરે અધિષ્ઠાતા હોય છે તેમ પ્રકૃતિ વગેરે જડ તત્ત્વોના પણ તેમનાથી ભિન્ન અધિષ્ઠાતા હોવા જોઈએ. આ તો પુરુષમાં અધિષ્ઠાતૃત્વ મુખ્ય હોય તેવી વાત થઈ. આ સ્થાને અનિરુદ્ધ પણ જણાવે છે કે ચેતન જ અધિષ્ઠાતા છે, પ્રકૃતિ જડ છે.103 “પુરુષથી અધિષ્ઠિત પ્રધાન પ્રવૃત્તિ કરે છે” એ મતને માઠર સ્વીકારતા જણાય છે.104 વળી, તે જણાવે છે કે કર્તુત્વ બે પ્રકારનું છે - એક છે પરિણતિરૂપ ક્રિયા કરનારું કર્તુત્વ અને બીજું છે પ્રયોફ્તત્વરૂપ કર્તુત્વ. તે સ્પષ્ટપણે જણાવે છે કે સાંખ્ય કારિકાની ૧૯ મી કારિકામાં “કરૂંભાવ” પદથી પ્રથમ પ્રકારના કર્તૃત્વનો નિષેધ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા પ્રકારનું અધિષ્ઠાતૃમૂલક કર્તૃત્વ તો પુરુષમાં છે જ. 105 પુરુષનું ભોજ્જ
પુરુષ અપરિણામી છે, એ વાત આપણે આગળ કરી ગયા છીએ. પુરુષ જો અપરિણામી હોય તો તે સુખ-દુઃખરૂપે પરિણમ્યા વિના તેમનો ભોક્તા કેવી રીતે બની શકે એવી શંક થાય. આ શંકાનું નિરસન કરતાં વિજ્ઞાનભિક્ષુ જણાવે છે કે સુખ-દુ:ખાકાર ચિત્ત પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અને આમ ચિત્તગત સુખ-દુ:ખાકારનો તેને અનુભવ થાય છે. તે ભારપૂર્વક કહે છે કે પુરુષમાં પરિણામરૂપ ભોગનો જ નિષેધ છે, જ્યારે પ્રતિબિંબરૂપ ભોગ તો તેનામાં છે જ. 106 આમ, તેને મતે ભોગ પુરુષનિષ્ઠ છે. વાચસ્પતિ મિશ્ર આનાથી ઊલટું કહે છે. તેમના મતે પુરુષનું સુખ-દુઃખાકાર ચિત્તમાં પ્રતિબિંબ પડે છે અને આમ તેને અર્થાત પુરુષપ્રતિબિંબધારી ચિત્તને સુખ-દુઃખનો અનુભવ થાય છે. 107 આમ, તેમને મતે ભોગ ચિત્તનિષ્ઠ છે. ભોગ ચિત્ત જ કરે છે. અલબત્ત, ચિત્તમાં તેમને ભોગવવાનું સામર્થ્ય પુરુષનું પ્રતિબિંબ તેનામાં પડવાથી આવે છે. આ કારણે ઉપચારથી પુરુષમાં ભોગ છે એમ કહેવાય છે. ભિક્ષુ મિશ્રના મતની સખત ટીકા કરતાં જણાવે છે કે પુરુષમાં સુખદુઃખાકાર ચિત્તનું પ્રતિબિંબ માનતાં તેનામાં પરિણામીપણું આવી જશે એ ભયમાંથી મિશ્રનો મત ઉદ્ભવેલો છે. પરંતુ તુચ્છ અવસ્તુભૂત