________________
૩૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ માનવું જોઈએ. અને બધી ચિત્તવૃત્તિઓને ત્યારે જ જ્ઞાત માની શકાય કે જ્યારે આપણે પુરુષને તે વૃન્યાકારે પરિણમતો ન માનીએ. વિજ્ઞાનભિક્ષુએ આ સંદર્ભમાં પુરુષને અપરિણામી પુરવાર કરવા નીચે પ્રમાણે કહ્યું છે - ઘટાકારરૂપે પરિણમવા માટે ઘટનું સામે હોવું જરૂરી નથી. સ્વપ્નમાં ચિત્તને ઘટજ્ઞાન થાય છે પરંતુ તે કાળે ઘટ તો હોતો નથી. આ દર્શાવે છે કે ચિત્તને કોઈપણ વસ્તુનું જ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે તે તે વસ્તુના આકારે પરિણમે છે. બીજી બાજુ ચિત્તવૃત્તિના અભાવમાં ક્યારેય ચિત્તવૃત્તિનું જ્ઞાન થતું નથી. ચિત્તવૃત્તિનું જ્ઞાન જ્યારે પુરુષને થાય છે ત્યારે તે પુરુષ સમક્ષ અવશ્ય વિદ્યમાન હોય છે. આ સૂચવે છે કે પુરુષ ચિત્તગત વિષયાકારે પરિણમતો નથી પરંતુ તેનું પ્રતિબિંબ માત્ર તે ઝીલે છે. બિંબ વિના તો કદી પ્રતિબિંબ પડે જ નહીં.97 પ્રતિબિંબને લઈને પુરુષમાં અવસ્થાભેદ કે પરિણામિપણું આવી જવાનો ભય વિજ્ઞાનભિક્ષુ ધરાવતા નથી.' પુરુષનું પરિમાણ
સાંખ્યયોગદર્શનના મતે પુરુષ વિભુ છે અર્થાત્ તે સર્વગત છે. તેમના , મતાનુસાર પુરુષ મધ્યમપરિમાણ કે અણુપરિમાણ નથી. પુરુષને મધ્યમપરિમાણ માનતાં તે સાવયવ અને વિનાશી બની જાય. પુરુષ સાવયવ અને વિનાશી નથી. વળી, પુરુષ અણુપરિમાણ પણ નથી. પુરુષને અણુપરિમાણ માનતાં દેહવ્યાપી જ્ઞાન ઘટી શકશે નહીં. એટલે સાંખ્યયોગ દાર્શનિકો કહે છે કે પુરુષને વિભુ માનવો યુક્તિયુક્ત છે. પુરુષને વિભુ માનીએ તો તેની દેશાન્તરગતિની વાતો કેવી રીતે ઘટશે એવી શંકા ઉદ્ભવે. આ શંકાનું નિરસન સાંખ્યાચાર્યો નીચે પ્રમાણે કરે છે વાસ્તવમાં તો વિભુ પુરુષને ગતિ સંભવી જ ન શકે. તેની ગતિ ઔપાધિક છે.દેહની સાથે પુરુષનો સંબંધ છે. તેથી દેહની ગતિ પુરુષમાં આરોપાય છે. ઘટના પાણીમાં આકાશ પ્રતિબિંબિત થાય છે. આ ઘટને જ્યારે એક સ્થાનથી બીજે સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે ઘટની સ્થાનાન્તર ગતિ થાય છે, આકાશની નહીં. આકાશની ગતિ તો
પાધિક છે. વિભુ આકાશની જેમ વિભુ પુરુષની ગતિ પણ ઔપાધિક છે.99 પુરુષ અકર્તા
પુરુષ કર્તા નથી. એનો અર્થ એ કે તે નિષ્ક્રિય છે. ક્રિયા ત્રણ પ્રકારની છે - પરિણમનરૂપ, ગતિરૂપ અને અધિષ્ઠાનરૂપ. પુરુષ નિષ્ક્રિય હોઈ તેનામાં આ ત્રણ પ્રકારની ક્રિયા નથી. પુરુષમાં પરિણમનરૂપ ક્રિયા નથી છતાં તે પરિણમન ક્રિયાયુક્ત લાગે છે, કારણ કે તેનું પ્રતિબિંબ સાન્નિધ્યને લઈને પરિણામી બુદ્ધિમાં પડે છે, પરિણામે બુદ્ધિગત પરિણામીપણાનો આરોપ પુરુષમાં કરવામાં આવે છે. અચલ ચંદ્રનું પ્રતિબિંબ ચંચલ પાણીમાં પડેલું જોઈને જેણે સ્થિર ચંદ્રબિંબ