________________
૪૧. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ પ્રતિબિંબને કારણે પુરુષમાં પરિણામીપણું આવી જવાનો ભય અસ્થાને છે. ભોગને પુરુષનિષ્ઠ જ માનવો જોઈએ. સુખ-દુઃખ વગેરેનો અનુભવ પુરુષને જ થાય છે. 108 ઈશ્વરકૃષ્ણ સ્પષ્ટપણે જણાવે છે કે જરામરણકૃત દુઃખ પુરુષ જ પામે છે,109 બુદ્ધિ વગેરે તો તેના ભોગને સાધી આપનારાં સાધનો જ છે. 10 માહર'll અને યુક્તિદીપિકાકાર પણ આ જ મત ધરાવે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાંસારિક અવસ્થામાં અર્થાત્ વિવેકોદય ન થાય ત્યાં સુધી પુરુષ સ્વયં સુખ-દુઃખનો અનુભવ કરે છે. એ જ તેનો ભોગ છે. બુદ્ધિ વગેરે કારણો ભોગનાં સાધનમાત્ર છે, આધાર નહીં. સુખદુઃખાનુભવરૂપ ભોગનો આધાર તો પુરુષને જ ગણવો જોઈએ, ચિત્તને નહીં. સુખ-દુઃખ બુદ્ધિના ધર્મો છે એ બરાબર પરંતુ તેના તે સુખદુખ ધર્મોનો ભોગવનારો, અનુભવનારો તો પુરુષ જ છે. પુરુષના ભોક્નત્વની બાબતમાં એવી શંકા થવી સ્વાભાવિક છે કે, પુરુષ તો અકર્તા છે એટલે તે ભોક્તા બની જ કેવી રીતે શકે ? કર્તા એક અને ભોક્તા બીજો એ તો બને જ નહીં. સુખદુઃખાકારે પરિણમે ચિત્ત અને સુખદુ:ખનો ભોગ પુરુષ કરે, એ તો વિચિત્ર કહેવાય. એમ માનતાં તો અકૃતાત્માગમ અને કૃતવિનાશરૂપ દોષો આવશે. આનું સમાધાન નીચે પ્રમાણે છે : જેમ રસોયાએ રાંધીને તૈયાર કરેલા ભોજનનો ઉપભોગ તેનો સ્વામી કરે છે તેમ ચિત્તની પરિણામક્રિયાથી ઉદ્ભવેલી સુખદુ:ખાકાર વૃત્તિનો ઉપભોગ પણ તેનો સ્વામી પુરુષ કરે છે. વળી, ઉચ્ચકક્ષાના પુરુષો પોતાના રસોયાએ તૈયાર કરેલા ભોજનને જ જમે છે, બીજાના રસોયાએ તૈયાર કરેલા ભોજનને જમતા નથી. તેવી જ રીતે, પુરુષ પોતાના ચિત્તની સુખદુઃખાકાર વૃત્તિને જ ભોગવે છે, અન્યના ચિત્તની સુખદુઃખાકાર વૃત્તિને ભોગવતો નથી.'i] ઉપરાંત, પુરુષ ચિત્તનો અધિષ્ઠાતારૂપ કર્તા તો છે જ. ચિત્ત તેની પ્રેરણાથી જ પરિણમનરૂપ ક્રિયા કરે છે. એટલે એ પરિણમનરૂપ ક્રિયાનું ફળ તે ભોગવે છે. આ તો આપણા અનુભવની વાત છે. આમ કૃતપ્રણાશ અને અકૃતાત્માગમ દોષનો પણ નિરાસ થઈ જાય છે. પુરુષ પ્રતિશરીર ભિન્ન
સાંખ્ય યોગદર્શન પુરુષબહુત્વ સ્વીકારે છે. તેમના અનુસાર બધાં શરીરોમાં આત્મા એક જ નથી પરંતુ પ્રત્યેક શરીરમાં તે જુદો જુદો છે. આના સમર્થનમાં તેમની દલીલો નીચે પ્રમાણે છેઃ (૧) જન્મની વ્યવસ્થાને કારણે એ માનવું આવશ્યક છે કે, આત્મા અનેકછે. જગતમાં ભિન્ન કાળમાં અને ભિન્ન દેશમાં અનેક પુરુષોને જન્મ લેતા આપણે જોઈએ છીએ. જો કે જન્મ આત્માનો નથી થતો, કારણ કે તે અપરિણામી છે, જન્મ તો દેહ જ લે છે તેમ છતાં દેહની સાથે આત્માનો સંબંધ થયા વિના જન્મ