________________
૩૭ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ . (૪) પવિતૃભાવાત્ – પ્રકૃતિ અને તેના વિકારો સુખ-દુઃખ-મોહાત્મક છે. એટલે એમને ભોગવનાર કોઈક હોવો જોઈએ. સુખ અને દુઃખસ્વરૂપ બધી જડ વસ્તુઓ ભોગ્ય છે. ભોગ્ય ભોક્તા વિના સંભવે નહીં.
(૫) કછુપાવત્ – પ્રકૃતિ અને તેના વિકારો દશ્ય છે પરંતુ દ્રષ્ટા વિના તેમને દશ્ય કહી ન શકાય. તેથી પ્રકૃતિ વગેરે દૃશ્યથી ભિન્ન દ્રષ્ટા હોવો જોઈએ અને તે દ્રષ્ટા છે પુરુષ.
(૬) વસ્ત્રાર્થ પ્રવૃત્ત – કૈવલ્ય અર્થાત દુઃખમુક્તિ. દુઃખમાંથી મુક્ત થવા માટે બધા પ્રયત્ન કરે છે. જે દુઃખમાંથી મુક્ત થવા પ્રવૃત્તિ કરતો હોય , તે પોતે દુઃખવરૂપ ન હોય. જે દુખસ્વરૂપ નથી તે દુઃખરૂપ પ્રકૃતિ અને તેના વિકારોથી કોઈ જુદું જ તત્ત્વ હોવું જોઈએ. અને તે છે પુરુષ. . પુરુષનું સ્વરૂપ
સાંખ્ય-યોગદર્શન અનુસાર ચિત્ત બાહ્ય વિષયના આકારે પરિણમી બાહ્ય વિષયને જાણે છે. આ ચિત્તનો પરિણામ ચિત્તવૃત્તિ કહેવાય છે અને તે જ જ્ઞાન છે. આ અર્થમાં જ્ઞાન પુરુષનો સ્વભાવ નથી. એનો અર્થ એ નથી કે પુરુષ જડ છે. પુરુષ ચેતન છે અને એને ચેતનાનો પ્રકાશ છે. તેનો આ પ્રકાશ જડ સત્ત્વના (ચિત્તના) પ્રકાશથી તદન ભિન્ન શ્રેણીનો છે.90 સત્ત્વનો પ્રકાશ પરપ્રકાશ્ય છે, પુરુષનો પ્રકાશ પરપ્રકાશ્ય નથી. ચિત્તસત્ત્વનો પ્રકાશ આવરણથી યુક્ત પણ હોય છે અને તેથી સર્વ આવરણો દૂર થતાં ચિત્ત સર્વજ્ઞ બને છે. પુરુષનો પ્રકાશ આવરણથી યુક્ત હોતો નથી. તેનામાં ચિત્તને પ્રકાશિત કરવાની યોગ્યતા. સદા હોય છે. આ છે તેનું દ્રષ્ટાપણું, દર્શનશક્તિ. જેને દર્શનશક્તિ હોય તેને જ બીજા દેખાડી શકે. પ્રકૃતિ અને તેના વિકારો કે ચિત્તવૃત્તિઓ અચેતન અને વિષય છે. તેમનામાં દેખવાની શક્તિ નથી. એટલે તે દ્રષ્ટા નથી પણ દશ્ય છે. જગતમાં વાદી અને પ્રતિવાદી વિવાદમાં પોતાની શક્તિઓ સાક્ષી સમક્ષ પ્રદર્શિત કરે છે. પ્રકૃતિ પણ જુદાં જુદાં પરિણામો ધારણ કરી એ જ રીતે પુરુષ આગળ પોતાની વિવિધ શક્તિઓ પ્રદર્શિત કરે છે. આ રીતે પુરુષ સાક્ષી પણ છે. વિજ્ઞાનભિક્ષુએ સાક્ષી અને દ્રષ્ટાનો શાસ્ત્રીય ભેદ દર્શાવ્યો છે જે નીચે રજૂ કરવામાં આવ્યો છેઃ સાક્ષીપણું એટલે સાક્ષાત્ દેખવું તે અને દર્શન એટલે પરંપરાથી દેખવું તે. પુરુષ ચિત્તવૃત્તિને સાક્ષાત્ દેખે છે એટલે તે તેનો સાક્ષી કહેવાય અને બાહ્યપદાર્થોને તે ચિત્તવૃત્તિ દ્વારા દેખે છે એટલે તે તેમનો દ્રષ્ટા