________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૩૬ અને પંચેન્દ્રિય જીવોને શ્રવણ સહિત પાંચ ઈન્દ્રિયો હોય છે. પંચેન્દ્રિય જીવોમાં દેવો, નારકો, મનુષ્યો અને કેટલાક તિર્યંચોનો સમાવેશ થાય છે.
૨. સાંખ્યયોગમાં દર્શનના ધારક પુરુષનું અને જ્ઞાનના ધારક
ચિત્તનું સ્વરૂપ
સાંખ્યયોગદર્શનમાં જ્ઞાન અને બોધરૂપ દર્શન બન્નેનું ધારક એકતત્ત્વ નથી. અહીં જૈન દર્શનથી સાંખ્ય યોગદર્શન જુદું પડે છે. સાંખ્ય યોગદર્શન અનુસાર દર્શન એ પુરુષનું સ્વરૂપ છે, જ્યારે જ્ઞાન એ ચિત્તનું સ્વરૂપ છે.
- ૨. અ. પુરુષ પુરુષનું સ્વતંત્ર અસ્તિત્વ
સાંખ્ય યોગદર્શન પુરુષ - આત્મા નામનું સ્વતંત્ર તત્ત્વ માને છે. પુરુષનું અસ્તિત્વ નિર્વિવાદ છે. તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થ જોઈ થતો ભય અને ત્રાસ પૂર્વજન્મને સાબિત કરે છે,85 ઉપરાંત કેટલાકને પૂર્વજન્મનું થતું સ્મરણ પણ પૂર્વજન્મ પુરવાર કરે છે, અને આ પૂર્વજન્મ આત્માનું અસ્તિત્વ માન્યા વિના ઘટે નહીં, માટે આત્માનું અસ્તિત્વ પુરવાર થાય છે. વળી, “હું જાણું છું.” એવા અનુભવ ઉપરથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ઉપરાંત, “હું છું” એવો અનુભવ દરેકને થાય છે. આ અનુભવ સહજ અને સ્વાભાવિક છે. કોઈનેય “હું છું કે નહીં” એવો પોતાના અસ્તિત્વ અંગેનો સંશય થતો નથી. આવો સંશય થતો માનીએ તોપણ સંશય કરનાર વિના તે સંભવતો નથી. એટલે સાંખ્ય-ચોગ મતાનુસાર પુરુષ સ્વયંસિદ્ધ છે અને તેની સત્તાનો નિષેધ થઈ શકતો નથી. આવાચેતનતત્ત્વની-પુરુષની હસ્તી શા માટે માનવી જોઈએ એ દર્શાવવા માટે વિવિધ દલીલો સાંખ્યકારિકા-૧૭માં રજૂ કરવામાં આવી * છે, તે નીચે પ્રમાણે છે:
(૧) સંથાતપરાર્થાત્ - સંઘાતનો અર્થ છે સમુદાય પ્રકૃતિ અને તેના વિકારો ત્રણ ગુણોના સમુદાયરૂપ છે. જે વસ્તુ સંઘાતરૂપ હોય છે તે કોઈ બીજાને માટે અસ્તિત્વ
ધરાવે છે. પ્રકૃતિ અને તેના વિકાર સંઘાતરૂપ હોઈ, તેમનું અસ્તિત્વ પણ તેમનાથી - ભિન્ન કોઈ અસંહત તત્ત્વ માટે હોવું જોઈએ અને આ તત્ત્વ એ જ પુરુષ છે.
- (૨) ત્રિગુણવિવિપર્યયાત્ - પુરુષને ત્રણ ગુણોના સંઘાતરૂપ માનતાં તે પોતે પરાર્થ બની જાય અને અનવસ્થા દોષ આવે. માટે પુરુષને ત્રણ ગુણોના સંઘાતરૂપ નહીં એવું અસંહત સ્વતંત્ર તત્ત્વ માનવું જોઈએ.
(૩) મધ8ાનત - પ્રકૃતિ અને તેના વિકારો જડ હોઈ તેમની ક્રિયાઓનો કોઈક નિયામક હોવો આવશ્યક છે અને તે નિયામક છે પુરુષ.