________________
૩૫ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી કેમ કે જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે. વિગ્રહગતિથી જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે છે, કારણ કે પૂર્વશરીરજન્ય વેગ જ્યાં વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે, વળાંકનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત વેગ સમાપ્ત થઈ જાય છે, માટે ત્યાંથી જીવની સાથે રહેલા કાશ્મણ શરીરથી પ્રયત્ન થાય છે. અસંખ્યાત પ્રદેશી
જીવને અસંખ્યાત પ્રદેશો છે.83 પ્રદેશ એટલે એવો સૂક્ષ્મ અંશ કે જેના બીજા અંશોની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ ન થઈ શકે. આમ, અવિભાજ્ય સૂક્ષ્માંશને પ્રદેશ કહેવામાં આવે છે. જીવના આ પ્રદેશોનો સંકોચ-વિસ્તાર
થાય છે.
જીવોના મુખ્ય બે ભેદ • સંસારી અને મુક્તક
જીવ કષાયોને કારણે કર્મથી બંધાયેલો છે અને પોતાના પુરુષાર્થથી કપાયરહિત થઈ કર્મોથી મુક્ત થાય છે. આ અનુસાર જીવના મુખ્ય બે ભેદ થાય છે. એક સંસારી, જે પોતાના કષાયો તેમજ કર્મસંસ્કારોને કારણે નાના યોનિમાં શરીરોને ધારણ કરી જન્મ-મરણરૂપ સંસરણ કરે છે. બીજો મુક્ત, જે સમસ્ત કર્મસંસ્કારોથી છૂટી પોતાના શુદ્ધ ચૈતન્યમાં સદા વર્તમાન રહે છે. જ્યારે જીવ મુક્ત થાય છે ત્યારે તેના ઊર્ધ્વગમન સ્વભાવને કારણે શરીરનાં બંધનોને તોડી લોકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં અનંતકાળ શુદ્ધચૈતન્યસ્વરૂપમાં લીન રહે છે. તેનો આકાર અંતિમ શરીરના આકાર જેવો રહે છે. સનું લક્ષણ ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય હોઈ મુક્ત જીવ પણ પોતાના શુદ્ધ પર્યાયોમાં પરિણમ્યા કરે છે. કુંદકુંદાચાર્યે નિયમસારમાં સિદ્ધ અર્થાત્ મુક્ત જીવનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છે. - "णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहंदो सिद्धा । लोयग्गठिदा णिच्चा उप्पादवएहिं સંગુત્તા ' સંસારી જીવના ભેદો
સંસારી જીવના મુખ્ય બે ભેદો છે - ત્રસ અને સ્થાવર.85 જેઓ પોતાની ઈચ્છાથી એક સ્થાનથી બીજે સ્થાને જાય છે તે ત્રસ અને જેઓ પોતાની ઇચ્છાથી સ્થળાંતર કરી શકતા નથી તે સ્થાવર. સ્થાવર જીવોમાં પૃથ્વીકાય જીવો, અપકાય જીવો, વાયુકાય જીવો, તેજસ્કાય જીવો અને વનસ્પતિકાય જીવોનો સમાવેશ થાય છે. આ સ્થાવર જીવોને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. ત્રસ જીવોના ઈન્દ્રિયોની સંખ્યા પ્રમાણે ચાર ભેદ છે. હીન્દ્રિય જીવો, ત્રીન્દ્રિય જીવો, ચતુરિન્દ્રિય જીવો અને પંચેન્દ્રિય જીવો. કીન્દ્રિય જીવોને સ્પર્શન અને રસન, ત્રીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને ધ્રાણ, ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, ધ્રાણ તથા ચક્ષુ,