________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૩૪ અટકાવી દેવાં જોઈએ (સંવર)?? અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ (નિર્જરા).74 સંવરના ઉપાય તરીકે જેનો ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજ્ય, ચારિત્ર અને તપ ગણાવે છે.75 મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ એ ગુપ્તિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવયુક્ત સહિષ્ણુતા પરીષહજ્ય છે. સમભાવ આદિ ચારિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ અનુપ્રેક્ષા છે. નિર્જરાનો ઉપાય તપ છે. તપના બે પ્રકાર છે - બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપમાં અનશન વગેરેનો સમાવેશ થાય છે. આંતર તપમાં પ્રાયશ્ચિત્ત (દોષશોધન ક્રિયા), વિનય, વૈયાવૃત્ય (સેવાભક્તિ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (મમત્વનો, કાષાયિક વિકારોને ત્યાગ) તથા કલ્યાણગામી એકાગ્રતારૂપ ધ્યાન. આ છનો આંતર તપમાં સમાવેશ થાય છે. તપથી સંવર પણ સધાય છે. પરંતુ નિર્જરા માટે તો મુખ્ય ખાસ ઉપાય તપ જ છે.16 આવતાં કર્મોને તદન અટકાવી દેતાં અને લાગેલાં કર્મોને સંપૂર્ણપણે ખેરવી નાખતાં આત્મા સંપૂર્ણપણે કર્મરહિત બની જાય છે. સંપૂર્ણપણે કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે. - જીવ જે જે પ્રકારે વિચારે કે વર્તે છે તે તે જાતના તેમાં સંસ્કારો પડે છે અને એ સંસ્કારોને ઝીલતું તેની સાથે એક પૌગલિક શરીર (કાર્પણ શરીર) રચાય છે જે દેહાન્તર ધારણ કરવા જતી વખતે તેની સાથે રહે છે. આ કાર્પણ શરીર આઠ પ્રકારનાં કર્મોથી બને છે. જીવની ગતિક્રિયા ,
જીવને ગતિક્રિયા છે તે આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યાયની પ્રથમ ઉદેશકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે તે બધી દિશાઓ અને અનુદિશાઓમાં ગતિ કરે છે. આ વર્ણન કર્મબદ્ધ આત્માનું છે. એટલે આ બધી ગતિઓ કર્મનિમિત્તક છે. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વગતિ છે. આત્માને લાગેલાં બધાં કર્મો દૂર થતાં આત્મા કેવળ ઊર્ધ્વગતિ જ કરે છે,8 જેમ તુંબડાને લેપેલી માટી દૂર થતાં પાણીમાં તુંબડું ઊર્ધ્વગતિ કરે છે તેમ પરંતુ આ મુક્ત થતો આત્મા લોકના અગ્રભાગથી આગળ ઊર્ધ્વગતિ કરતો નથી, કારણ કે ગતિનું સહાયક કારણ ધર્માસ્તિકાય ત્યાં હોતું નથી. આ ધર્માસ્તિકાય કેવળ લોકમાં જ છે.
ગતિબે પ્રકારની છે-વિગ્રહગતિ (વળાંકવાળી) અને જુગતિ (વિગ્રહરહિત). મોક્ષમાં જતા જીવની ગતિ ઋજુ હોય છે 80 જ્યારે જન્માન્તર માટે જતા જીવની ગતિ વિગ્રહવાળી કે વિગ્રહ વિનાની હોય છે. વિગ્રહરહિત ગતિથી સ્થાનાન્તર જતા